જાણો અલગ અલગ માળાઓ નું હોય છે જુદુ-જુદુ મહત્વ

માળાઓનું મહત્વ આજથી નહીં પરંતુ પ્રાચીન સમયથી જોવા મળતું આવી રહ્યું છે. જેમા આ દરેક માળાનું તેનું પોતાનું અલગ મહત્વ હોય છે. તમે ઘણા વખત મંદિર કે કોઇપણ ધાર્મિક સ્થળ પર સાધુ કે સંતના હાથમાં અલગ-અલગ પ્રકારની માળા જોઇ હશે. જેનાથી તે જાપ કરે છે. માળાનો જાપ કરવો પણ એક પ્રકારની સાધના હોય છે. જેના માધ્યમથી વ્યક્તિ પોતાના ભગવાનના નામનું સ્મરણ કરતો રહે છે. માળાનો જાપ કરવાથી વ્યક્તિનું મન સ્થિર રહે છે અને તેના મનને શાંતિ મળે છે. માળા અનેક પ્રકારની હોય છે અને તેને ધારણ કરવાનું કઇને કઇ અલગ મહત્વ અવશ્ય હોય છે તો આવો જોઇએ કઇ માળાનું શુ મહત્વ હોય છે?

૧. રૂદ્રાક્ષની માળા :  રૂદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. તેને ધારણ કરનાર વ્યક્તિને કોઇ નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થવાની સંભાવના હોતી નથી. આ વ્યક્તિને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

૨. સ્ફટિકની માળા : સ્ફટિક શુક્ર ગ્રહથી સંબંધિત હોય છે જો વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તો તે શુક્ર ગ્રહના હાનિકારક પ્રભાવથી બચી શકે છે. સ્ફટિકની માળાના ઉપયોગ મંત્ર જાપ માટે પણ કરવામાં આવે છે. જેમા 108 મોતી હોય છે.

૩. ચંદનની માળા : ચંદન એક પવિત્ર અને સુગંધિત લાકડું હોય છે તેની માળા ધારણ કરનાર વ્યક્તિના શરીરમાં નવી ઉર્જાનું સંચાર થાય છે. જેના કારણથી તેના મનની એકાગ્રતા યોગ્ય રહે છે અને તેના માટે ભગવાનનું ધ્યાન ધરવું ખૂબ સહેલું હોય છે.

૪. તુલસીની માળા : હિન્દુ ધર્મમાં તુલસીને એક પવિત્ર છોડ માનવામાં આવે છે જો વ્યક્તિ તુલસીની માળા ધારણ કરે છે તો તેનાથી તેની આત્મા પવિત્ર થાય છે અને વિચારોમાં શુદ્ધતા આવે છે. તુલસીની માળા ભગવાન વિષ્ણુ કે કૃષ્ણના ભક્તો દ્વારા ધારણ કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer