માંડવી ના બીજ ને પ્રોટીન નો સ્ત્રોત માનવા મા આવે છે. જે માનવદેહ ના વિકાસ માટે આવશ્યક છે. જે વ્યક્તિ દુધ નુ સેવન ન કરતી હોય તે આ માંડવી ના બીજ નુ સેવન કરવુ જોઈએ. અમુક વ્યક્તિઓ ફક્ત સારા સ્વાદ ને લીધે વધુ પસંદ કરે છે પણ તેના થી થતા લાભ થી અજાણ હોય છે.
માંસ , ઈંડા , દુધ થી પણ ભરપુર પ્રોટીન માંડવી ના બીજ મા હોય છે. તેમજ આયર્ન , ઝિંક , કેલ્શિયમ પણ વિપુલ માત્રા મા હોય છે. માંડવી ના બીજ મા અનેક પ્રકાર ના વિટામીન તેમજ અન્ય તત્વો હોય છે. જે શરીર ની તંદુરસ્તિ માટે આવશ્યક હોય છે. પલાળેલ માંડવી ના બીજ મા આ બધા નુ પ્રમાણ વધુ હોય છે.
માંડવી ના બીજ ને પલાળી તેને આરોગવા થી મધુપ્રમેહ ના રોગ થી બચી શકાય છે. માંડવી ના બીજ ના સેવન થી કોલેસ્ટ્રોલ કાબુ મા રહે છે. કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ ઘટાડી ને 5.1 જેટલુ કરે છે. આ ઉપરાંત નિમ્ન ઘનત્વ ધરાવતા લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ ના પ્રમાણ ને 7.4% આસપાસ કરે છે.
આ માંડવી ના બીજ નુ સેવન એ પ્રેગ્નન્ટ સ્ત્રી માટે ખુબ જ ફાયદો કરે છે. કેમ કે તેમા ફોલીક એસીડ જોવા મળે છે. ઉપરાંત પાચન શક્તિ ને મજબુત બનાવી પેટ સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે. તેમજ ગેસ અને કબજીયાત થતી અટકાવવા મા આ માંડવી ના બીજ ખુબ જ કારગર સાબિત થાય છે.
માનવી ના હદય ને લગતી તમામ પ્રકાર ની તકલીફો ને દુર રાખવા માટે દરરોજ માંડવી ના અમુક બીજ નુ સેવન કરવા મા આવે છે. આ પ્રયોગ માત્ર વીક મા પાંચ જ દીન કરવાનો. માંડવી ના બીજ મા ટીસ્ટોફીન નામ નુ તત્વ હોય છે. જેના થી મનુષ્ય નો મુડ જાણી શકાય છે.
માનવી ની સ્કિન ને લાભપ્રદાન કરવા માટે આ માંડવી ના બીજ નુ સેવન આવશ્યક છે. મનુષ્ય ની ત્વચા ને સ્વસ્થ બનાવવા માટે તેમા રહેલુ એક ખાસ તત્વ જવાબદાર છે. આ માંડવી ના બીજ મા રહેલ પ્રોટીન , વસા , ફાઈબર તેમજ વિટામિન જેવા તત્વો ને લીધે માનવી ની ઉમર છુપાવવા માટે ઉપયોગી છે.
માંડવી ના બીજ ને લીધે કેન્સર જેવા ખતરનાક રોગ ના કોષો ને રોકવા મદદરૂપ થાય છે. કેમ કે માંડવી ના બીજ મા રહેલા વિવિધ પોષકતત્વો ને લીધે તે ખુબ જ અસરકારક સાબિત થાય છે. નાના બાળકો ની આંખો નુ તેજ વધારવા તેમજ યાદશક્તિ તિક્ષ્ણ બનાવવા માટે માંડવી ના બીજ નુ સેવન કરવુ.
રક્ત ની ખામી ને દુર કરી નવા રક્ત નુ નિર્માણ કરે તેમજ શરીર મા એક નવી જ શક્તિ ઉત્પન્ન કરે. માંડવી ના બીજ ના સેવન થી નેત્રો ને ખુબ જ લાભ થાય છે.જે વ્યક્તિ જીમ કરતા હોય તેઓ એ રોજ ને માટે પલાળેલી માંડવી નુ સેવન કરવુ જોઈએ. આમ કરવા થી તે શરીર ને ખુબ જ ફાયદો કરે છે.
આજ કાલ લોકો ને સાંધા અને કમર ના દુખાવા પણ થઇ જતા હોય છે. મગફળી નું સેવન કરવાથી સાંધા અને કમર ના દુખાવા માં રાહત મળશે. સાથે પલાળેલી મગફળી નું સેવન કરવાથી ત્વચા માં ગ્લો પણ વધી જાય છે. આ માટે જેઓ ને આવી બધી સમસ્યાઓ છે તેઓ એ મગફળી નું સેવન આ રીતે કરવું જોઈએ.