બિહારના આ ચાર મંદિર જેની સુંદરતા અને મહત્વ જાણીને હેરાન થઇ જશો તમે, વાંચો શું છે ખાસિયત….

૧. અશોકધામ મંદિર

આ મંદિર ને ઈન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ બિહાર ના લખીસરાય જીલ્લા માં સ્થિત છે. ઈતિહાસકારો એ કહ્યું કે આ સ્થાન ૮ માં પર્વ પછી થી પૂજા નું કેન્દ્ર રહ્યું છે. પાળ સામ્રાજ્ય ના ૬ઠા સમ્રાટ નારાયણ પાલ એ ૮મિ સદી માં શિવલિંગ ની નિયમિત પૂજા શરુ કરી હતી. ૧૨ મી સદી માં રાજા, ઇન્દ્રોદુમના એ આ સ્થાન પર એક મંદિર નું નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે મંદિર ને ધ્વસ્ત કરવામાં આવ્યું અને ઘણા વર્ષો સુધી જમીન ની ઉપર કોઈ અવશેષ ન હતા.  

૨. લાલકેશ્વર શિવ

આ મંદિર બિહાર ના હાજીપુર જીલ્લા માં સ્થિત છે. ભગવાન શિવ ને સમર્પિત આ બાગમુશા, વૈશાલી માં સ્થિત છે. સ્થાનીય લોકો કથાઓ ની અનુસાર, આ પ્રાચીન કાળ થી અસ્તિત્વ માં છે અને અહિયાં ભગવાન શિવ ને લિંગ ના રૂપ માં માનવામાં આવે છે. શિવ ની નૃશંસ છબીઓ સિવાય લિંગ ના રૂપ માં શિવ ની પૂજા પણ મહત્વપૂર્ણ છે. શિવલિંગ ની ઉપાસના અથર્વ-વેદ સંહિતા માં પ્રસિદ્ધ સ્ત્રોત થી થયેલી છે, જે યજ્ઞ-સ્તંભ ની સ્તુતિ માં ગાવામાં આવે છે.

૩. ગણેશ મંદિર

તમે વિચારી રહ્યા હશો કે આ સ્મારક રાજસ્થાન, મધ્યપ્રદેશ અથવા ગુજરાત માં બનાવેલું છે. પરંતુ આ બિહાર માં છે. બિહાર ના રોહતાસ જીલ્લા માં માન સિંહ મહલ ની બાજુમાં અડધા કિલોમીટર દુર પર પશ્ચિમ દિશા માં રાજપુતાના શૈલી માં બનાવેલું ભગવાન ગણેશ નું આ મંદિર સ્થિત છે. આ પવિત્ર મંદિર માં જવા માટે બે બાજુ થી રસ્તા બનાવેલા છે. મંદિર ની લાંબી અધીરચના રાજપુતાના ના મંદિરો સાથે મળે છે, વિશેષકર ૮ મી સદી માં જોધપુર ની પાસે ઓસિયાં અને ચિત્તોડ માં ૧૭ મી સદી ના મીર બાઈ મંદિર ની પાસે.

૪. મુંડેશ્વરી મંદિર

આ મંદિર ને ભારત ના પ્રાચીન મંદિરો માં થી એક માનવામાં આવે છે, જે બિહાર માં કૈમૂર જીલ્લા ના કુદરા માં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવ અને શક્તિ ને સમર્પિત છે. કહેવામાં આવે છે કે આ મંદિર નું નિર્માણ ઈ.સ.વી ૧૦૮ માં કરવામાં આવ્યું હતું. જયારે અમુક લોકો નું માનવું છે કે આનો ઈતિહાસ ગુપ્ત સામ્રાજ્ય થી જોડાયેલો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ૧૯૧૫ થી આ મંદિર ની દેખરેખ કરે છે. આ પત્થર થી બનેલું અષ્ટકોણીય મંદિર છે. આ મંદિર ના પૂર્વી ખંડ માં દેવી મુંડેશ્વરી ની પત્થર થી ભવ્ય તેમજ પ્રાચીન મૂર્તિ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer