આજ પ્રતિયોગીતા ના આ સમય દરમિયાન બધા આગળ વધવા માટે સવારથી સાંજ સુધી મશગુલ રહે છે. બધા પ્રયાસો પછી જ સફળતા મળે છે. એવામાં તણાવ, થકાન, બ્લડ પ્રેશર જેવી તમામ બીમારીઓ નાની ઉમરમાં જ માણસને ઘેરી લે છે. દવાખાનામાં આંટા મારવાથી શરીરને તો અમુક હદ સુધી રાહત પહોંચે છે, પરંતુ માનસિક શાંતિ માટે હવે કોઈ તો વૈદો પાસે જતા નથી. એવામાં ખુબ જરૂરી છે કે આપણે કોઈ એવી જગ્યા એ રહીએ જ્યાં પોજીટીવીટી હોય અને એના માટે મંદિર અથવા કોઈ પણ ધાર્મિક સ્થળથી વધીને બીજું તો શું થઇ શકે છે.
જેમ કે તમે જાણો છો કે આ જગ્યા માં સકારાત્મક ઉર્જા ખુબ વધારે માત્રામાં મેળવી શકાય છે અને એવું હોવાને પાછળ વૈજ્ઞાનિક કારણ છે. જયારે આપણે પોજીટીવ એનર્જીના સંપર્કમાં આવીએ છીએ તો શરીર અને મગજ બંને શાંત થઇ જાય છે. એનાથી ઘણી સારી શારીરિક સમસ્યાઓ એમ જ દુર થઇ જાય છે.
જયારે આપણે કોઈ ધાર્મિક જગ્યા પર જઈએ છે તો ચંપલ બહાર છોડીને ખુલ્લા પગે ચાલીએ છીએ એનાથી અહિયાંની પોજીટીવ એનર્જી પગ વડે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. સાથે સાથે જ ખુલ્લા પગે ચાલવાથી પગોમાં મોજુદ પ્રેશર પર પણ દબાવ પડે છે, જેનાથી વધારે બ્લડ પ્રેશર વધારે હદ સુધી કંટ્રોલ થઇ જાય છે.
આ પ્રકારે જયારે આપણે ઈશ્વર ને સામે હાથ જોડીએ છીએ અથવા આરતી ના સમયે તાળી પાડીએ છીએ તો એનાથી હથેળીઓ અને આંગળીઓ માં મળી આવતા પ્વોઈંટસ પર દબાવ આવે છે. એનાથી શરીર ના ઘણા બધા ભાગો માં સુધારો આવે છે. આ ઈમ્યુનિટી સીસ્ટમ ને પણ મજબુત બનાવવામાં સહાયક છે. એક રીસર્ચ ની અનુસાર જયારે આપણે મંદિર નો ઘંટો વગાડીએ છીએ ત્યારે લગભગ ૭ સેકંડ સુધી કાન માં એની અવાજ સંભળાય છે. એનાથી શરીર ને રીલેક્સ કરવા વાળી ૭ સેકંડ પ્વોઈંટસ ચાલુ થઇ જાય છે જે એનર્જી લેવલ ને વધારવા માં સહાયક છે.
અહિયાં જે ધૂન માં આરતી અથવા ગીત ગાવામાં આવે છે, એની ધૂન અથવા લય નો સકારાત્મક પરાભવ આપણા મગજ પર પડે છે. અહિયાં નો શાંત માહોલ અથવા શંખ ની અવાજ માનસિક સ્થિતિ માં સુધારો લાવે છે.મંદિર માં મોજુદ કપૂર અને હવન નો ધુવાડો બેક્ટીરિયા ને નષ્ટ કરે છે. એનાથી વાયરલ ઇન્ફેકશન નો ખતરો ટળી જાય છે.
ભમરની વચ્ચે કપાળ પર તિલક લગાવવાથી આપણા મગજના કોઈ ખાસ ચોક્કસ ભાગ પર દબાણ પડવા ના કારણે એકાગ્રતા સ્તર વધે છે.
એટલે કે, તાણ, ડિપ્રેસન અને માનસિક થાકને મિટાવી નાખવા માટે દરરોજ ધાર્મિક સ્થાનો પર થોડો સમય પસાર કરી શકાય છે.એનાથી આપણે પરમાત્માથી જોડાય શકીએ છીએ અને આપણી દરરોજની સમસ્યાઓ થી પણ છુટકારો મેળવી શકીએ છીએ.