આજે આપણે ભારત સ્થિત એક મંદિરના ખજાના વિશે બતાવી રહ્યા છીએ કે જેના પર આજ સુધી સરકાર એનો હક જમાવી શકી નથી અને ના તો કોઈ એ મંદિરના ખજાનાને ચોરી શક્યું છે. દુનિયાભરમાં ઘણી જગ્યાથી આપણને શીખવા મળી જ રહે છે કે ક્યાંક મોટો કોઈ ખજાનો મળી આવ્યો છે તો એના પર માલિકનો હક સરકાર દ્વારા કરવામાં આવે છે. દુનિયાભરમાં ક્યાંય પણ જો ખજાનો હોવાની વાત મળે છે તો મોટા મોટા વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞ એને શોધવામાં નીકળી જાય છે. ભારતમાં કરાય ગયેલા અભિયાનોમાં અરબોના ખજાના મળી આવ્યા છે જેના પર સરકારે દાવો કર્યો છે. પણ તમને લગભગ ખબર નહિ હોય કે એક એવા જ ખજાના વિશે જેની પુષ્ટિ પણ થઇ ચુકી છે કે, તે ત્યાં જ છે તો પણ એના પર કોઈ વૈજ્ઞાનિક અને સરકાર હક જમાવી શકી નથી.
એક એવો ખજાનો જેને સરકાર સ્પર્શ પણ નથી શકી. અમે વાત કરીએ છીએ ‘કમરૂનાગ મંદિર’ના જીલની વિશે, જ્યાં દફન ખજાનો તમે પણ તમારી આંખોથી જોઈ શકો છો તો પણ તમે એને સ્પર્શ કરી શકતા નથી. આ મંદિર સ્થિત છે હિમાચલ પ્રદેશના મંડીથી લગભગ ૬૮ કિલોમીટર દુર રોહાંડામાં કોઈ મંદિરની પાસે સ્થિત છે. કમરૂનાગ તળાવ જેમાં દફન છે હજારો વર્ષથી જમા ખરબોનો ખજાનો. હકીકતમાં માન્યતા અનુસાર આ મંદિરથી તમે જે પણ કામના કરો છો તે તમારી મનોકામના પૂરી થઇ જાય છે અને બદલામાં તમારે પણ કોઈ આભુષણ આ તળાવમાં અર્પિત કરવાના હોય છે. અને આવું હજારો વર્ષ પહેલાથી જ થતું આવે છે. તેથી અહિયાં અરબો ખરબોના ખજાના તળાવમાં પહોંચી ગયા છે.
પહેલાની માન્યતા અનુસાર આ મંદિરનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે. હકીકતમાં મહાભારતથી સૌથી મહાન યોદ્ધા ‘બર્બરિક’ જયારે યુદ્ધમાં લડવા માટે આવ્યા તો ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા હતા કે તે ખાલી કમજોર પક્ષની તરફથી જ લડશે. અને જો તે કૉરવોની તરફથી લડે તો યુદ્ધનો નિશાનો બદલી શકતો હતો. તેથી શ્રી કૃષ્ણ એ બર્બરિકનું માથું ભેટ રૂપે માંગ્યું, આના પર બર્બરીકે પણ કહ્યું કે તે મહાભારતનું પૂરું યુદ્ધ જોવા માંગતો હતો. અને એમણે માથું કાપીને ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધું. બર્બરિકનું માથું સૌથી ઊંચા પહાડ પર રાખવામાં આવ્યું, અને આ તે જગ્યા છે જ્યાં આ મંદિર સ્થિત છે.
યુદ્ધ પછી આ તળાવનું નિર્માણ ભીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યાંથી જ અહિયાં આભુષણ અર્પિત કરવામાં આવે છે. જો તમે અહિયાં જશો તો તમને તળાવની ઊંડાઈમાં સોનું-ચાંદીના આભુષણ નજર આવી જ જશે. તમને આના ઉપર તરતા ભારતીય રૂપિયા પણ નજરમાં આવશે. અહિયાં જેટલા પણ આભુષણ ચડાવવામાં આવે છે તે બધા આ ઝીલની ઊંડાઈમાં જતા રહે છે. તેથી કહેવાય છે કે આ અભુશણોથી આ તળાવ ક્યારેય ભરાતું નથી. હવે તમે પણ વિચારતા હશો કે આ આભૂષણોને કેમ કાઢવામાં આવતા નથી. તો આ માન્યતા જોડાઈ છે કે આ પુરા પહાડ પર અને આ તળાવની આસ-પાસ નાગ રૂપે નાના નાના ઝાડ લગાવ્યા છે. જો કે દિવસ ઢળતા જ ઈચ્છાધારી નાગના રૂપમાં આવી જાય છે, તેથી એને તમે રાતમાં જોઈ શકશો નહિ. જો કોઈ પણ આ તળાવમાં ખજાનાને હાથ લગાવવાની કોશિશ કરે છે તો આ ઈચ્છાધારી નાગ આ ખજાનાની રક્ષા કરે છે.