મંદિરમાં ભગવાનના દર્શન કરતા સમયે રાખો હંમેશા આટલી વાતોનું ધ્યાન

મંદિર એક એવું સ્થાન છે જે ખુબજ પવિત્ર માનવામાં આવે છે. જ્યાં એકદમ શાંતિ નું વાતાવરણ હોય છે. મંદિરમાં દર્શન કરવાથી મનને શાંતિ અને પુણ્ય મળે છે. ઘણા લોકો મંદિરમાં નાની નાની ભૂલો કરે છે જેનાથી પુણ્ય ઓછું થઈ જાય છે અને દોષ લાગે છે. મંદિરમાં જતી વેળાએ કઈ વાતનું ધ્યાન રાખવું તેની અહીં વાત કરીશું. કેટલીક એવી સામાન્ય ભૂલ હોય છે જે દરેક મનુષ્ય જાણતા અજાણતા મંદિર માં જાય ત્યારે કરી બેસે છે. તો ચાલો જાણીએ એ ભૂલ વિશે જે ક્યારેય ના કરવી જોઈએ.

૧. મંદિરમાં હસવું :  મંદિરમાં હસવું, જોરથી બોલવું અને મનોરંજન કરવું યોગ્ય નથી. આવું કરવાથી લોકોના ધ્યાનમાં અવરોધ આવે છે અને તમને દોષ લાગે છે.

૨. કોઈની આગળ આવી જવું :  મંદિરમાં કોઈ ભક્ત ભગવાનના દર્શન કરતો હોય તો તેની આગળથી નિકળવું જોઈએ નહીં કે ઊભું પણ રહેવું જોઈએ નહી.

૩. ઊંઘી પરિક્રમા  :  અજ્ઞાનતાના કારણે ઘણીવાર લોકો ઊંઘી પરિક્રમા કરે છે. પરિક્રમા ઊંઘી ન થાય તેનું હંમેશા ધ્યાન રાખવું. શિવ મંદિરમાં અડધી પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમા કરતા પહેલા તેના નિયમોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.

૪. બેલ્ટ પહેરીને જવું : મંદિરમાં બેલ્ટ કે ચામડાની વસ્તુઓ લઈ જવી જોઈએ નહીં. ચામડાને અશુદ્ધ માનવમાં આવે છે. આવું કરવું તે પાપ છે. તેથી મંદિર માં જતા પહેલા શુદ્ધ થઇ ને જ જવું જોઈએ.

૫. મૂર્તિ સામે આવવું : દેવી-દેવતાની મૂર્તિ સામે ઊભુ રહેવું પણ યોગ્ય નથી. ભગવાનની મૂર્તિમાંથી નિકળતી ઉર્જા માનવ શરીર સહન કરી શકતું નથી. તેથી ભગવાનની મૂર્તિની એકદમ સામે ના ઉભું રહેવું જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer