દુનિયા માં હનુમાનજીના ઘણા બધા મંદિર આવેલા છે, જે ઘણા પ્રસિદ્ધ અને પ્રચલિત પણ છે. જેમાં પવનપુત્ર ના ભક્તો હંમેશા આવતા રહે છે. પરતું એ બધા મંદિરો નું એક છે રાજસ્થાનના દોસા જીલ્લામાં આ મંદિર મહેન્દીપુર બાલાજીના નામથી પ્રસિદ્ધ છે. અને આ મંદિરમાં પહેલીવાર આવનાર લોકો માટે આ મંદિર ખુબ જ ભયંકર હોય છે, કારણકે આ મંદિરમાં ઉપર કાળી છાયા અને પ્રેત બાધ ની સાયા સમાપ્ત કરવા માટે લોકો આવે છે.
તેમજ બાલાજી મંદિર ની ખાસ વાત એ છે કે અહી બાલાજીને લડ્ડુ, પ્રેતરાજને ચોખા અને ભૈરવનાથને અડદ ની દાળ ચઢાવવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ પ્રસાદના લડ્ડુ ખાવાથી મનુષ્યની અંદર રહેલ ભૂત-પ્રેત અથવા કોઈ અન્ય આત્માઓ હોય તો એ તરત ચટપટવા લાગે છે.
આ લાડવા ખાવાની સાથે જ તે ખુબજ પરેશાન થઇ જાય છે. અને અજીબ અજીબ હરકતો કરવા લાગે છે. આ બાલાજીના મંદિરમાં જે કઈ પ્રસાદ ચઢાવવામાં આવે છે, એ દર્ખાવાસ્ત અને અરજીના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રસાદ મંદિરમાંથી મેળવ્યા બાદ ત્યાંથી તરત જ બહાર નીકળી જવું પડે છે. તેમજ આ પ્રસાદને લેતી વખતે તેને પાછળની બાજુ ફેકવાનો રહે છે. અને પ્રસાદ ફેક્તી વખતે પાછળ જોવાનું નથી રહેતું.
મહેન્દીપુર બાલાજી ના દર્શન કાર્ય પછી વ્યક્તિઓ માટે કેટલાક ખાસ અને કડક નિયમો બનાવવામાં આવેલા છે. જેમ કે આ જગ્યા પર આવતા પહેલા વ્યક્તિએ લસણ, ડુંગળી, ઈંડા, માંસ, શરાબ વગેરેના સેવનથી દુર રહેવું જોઈએ. અને આ બધી વસ્તુ બંધ કરવી પડે છે.