આપણે દરેક લોકો જાણીએ છીએ કે મંદોદરી લંકાપતિ રાવણ ની પત્ની હતી. અને જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ આવ્યો ત્યારે ભગવાન રામ સાથેના યુદ્ધમાં તે મૃત્યુ પામ્યો હતો. પરંતુ શું કોઇ જાણે છે કે રાવણ ના મૃત્યુ પછી મંદોદરી નું શું થયું .જો નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે રાવણના મૃત્યુ પછી મંદોદરીએ રાવણના ભાઈ વિભીષણ સાથે લગ્ન કર્યા હતા.
અમુક પૌરાણિક માન્યતાઓ અનુસાર મંદોદરી મહાન ઋષિ કશ્યપ ના પુત્ર માયા સુરની પુત્રી હતી. અને તેની માતાનું નામ રંભા હતું. કે જે સ્વર્ગની એક અપ્સરા હતી અને રાવણ એક વખત જ્યારે માયા સુર ને મળવા ગયો ત્યારે ત્યાં તેણે મંદોદરીને જોઈ અને રાવણ મોહિત થઈ ગયો હતો. અને ત્યારબાદ તેણે મંદોદરિ સાથે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી અને તેના કારણે રાવણ અને મંદોદરી ના લગ્ન થયા હતા.
રાવણ અને મંદોદરી ના લગ્ન થયા બાદ તેને ત્રણ સંતાનો થયા હતા .પરંતુ જ્યારે રાવણે માતા સીતાનું હરણ કરી અને તેને લઈને આવ્યા ત્યારે ભગવાન રામે લંકા ઉપર ચઢાઈ કરી દીધી .અને રાવણ સહિત તેના બધા જ પુત્રો નો વધ કર્યો હતો.અને ત્યારબાદ વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો. ભગવાન રામે મંદોદરીને સલાહ આપી હતી કે તે વિભીષણ સાથે લગ્ન કરી લે.
પહેલા તો મંદોદરી આ વાત માટે તૈયાર થઈ ન હતી. પરંતુ જ્યારે ભગવાન રામે મંદોદરીને સમજાવી ત્યારબાદ મંદોદરી વિભીષણ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. આથી જ રાવણના મૃત્યુ પછી મંદોદરીએ લંકા ના નવા રાજા વિભીષણ સાથે લગ્ન કર્યા હતા.