પુરાણો પ્રમાણે અહીં થયો હતો ધરતીપુત્ર મંગળનો જન્મ

હિન્દૂ પૂરાણો અનુસાર ઉજ્જૈન નગરીને મંગળની જનની કહેવામાં આવે છે. જે લોકોની જન્મ કુંડળીમાં મંગળ ભારે હોય છે તેઓ મંગળગ્રહની શાંતિ માટે ઉજ્જૈનમાં પૂજા-પાઠ કરવામાં આવે છે. દેશમાં મંગળ ભગવાનનાં અનેક મંદિર આવેલા છે પરંતુ ઉજ્જૈન મંગળનું જન્મસ્‍થળ હોવાથી અહીંની પૂજાને ખાસ મહત્વ આપવામાં આવે છે.

મંગળનું આ મંદિર સૌકાઓ પુરાણું છે. સિંધિયા રાજઘરાનાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉજ્જૈનને ભગવાન મહાકાળની નગર કહેવામાં આવે છે. માટે અહીં મંગળનાથ ભગવાનની શિવરૂપી પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. દરેક મંગળવારે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે.

અંધકાસુર નામનો દાનવને ભગવાન શંકરે વરદાન આપ્યું હતું કે, તેના રક્તથી સૈંકડો દાનવો જન્મ લેશે. વરદાન મેળવ્યા બાદ અંધકાસુરે અવંતિકા નગરીમાં હાહાકાર મચાવી દીધો હતો. જ્યારે દીન-દુઃખી લોકોએ દેવાધીદેવ મહાદેવને પ્રાર્થના કરી ત્યારે ભક્તોનાં સંકટને દૂર કરવા સ્વયં ભગવાન શિવે અંધકારસુર સાથે યુદ્ધ કર્યું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ‍શંકરને પરસેવો આવી ગયો. રૂદ્રના પરસેવાની ગરમીનાં કારણે ઉજ્જૈનની ધરતી ફાટીને બે ભાગમાં વહંચાઇ ગઇ અને મંગળનો જન્મ થયો. શિવજીએ દાનવ અંધકાસુરનો વધ કર્યો અને તેનાં રક્તની બૂંદોને નવઉત્પન્ન મંગળ ગ્રહે પોતાની અંદર સમાવી લીધી. માટે જ કહેવાય છે કે, મંગળની ધરતી લાલ રંગની છે….

આ મંદિરમાં સવારે છ વાગ્યે મંગળા આરતી શરૂ થાય છે. આરતી બાદ મંદિરનાં પરિસરની આજુ-બાજુ પોપડ ઘુમવા લાગે છે. જ્યાં સુધી તેઓને પ્રસાદનાં દાણા મળતા નથી તેઓ ત્યાં મંડરાય છે. અહીંનાં પુજારી નિરંજન ભારતી જણાવે છે કે, પ્રસાદનાં દાણા નાખવામાં અમારાથી થોડો પણ વિલંબ થાય તો પક્ષીઓ શોર-બકોર કરી મૂકે છે. અહીંના લોકોને શ્રદ્ધા છે કે, પક્ષીઓનાં સ્‍વરૂપમાં મંગળનાથ સ્‍વયં પ્રસાદ ખાવા આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશીનો સ્‍વામી માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer