હજારો વર્ષ જુનું મતન્ગેશ્વર મંદિર છે જે ખુબજ ખાસ. જાણો આ મંદિરનો અનોખો ઈતિહાસ. આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે જેમાં અમુક મંદિરો ખુબજ જુના પુરાણા છે અને આ મંદિરોનું નિર્માણ રાજાઓ દ્વારા કરાયેલું હોઈ છે. રાજાઓ દ્વારા ઘણા વર્ષ પહેલા બનાવેલા મંદિરો આજ પણ સહી સલામત જ છે. આપણા દેશમાં સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મંદિર મતન્ગેશ્વર મંદિર છે જે ખુબજ ખાસ છે કેમકે આ મંદિરમાં બનાવાયેલા શિવલીંગને સ્પર્શ કરવાથી હાથ એકદમ ઠંડા થઈ જાય છે.
આ મંદિરોમાં એક વિશાળ શિવલિંગ બનાવાયું છે જે લગભગ અઢી મીટર ઉંચી છે અને આ શિવલિંગ ની પહોળાઈ એક મીટરથી પણ વધુ છે. એવું પણ કહેવામાં આવે છે કે આ શિવલિંગ જેટલું ઉપર છે એનાથી વધારે નીચે પણ દબાયેલું છે. જો કે ખજુરાહો માં બોવ બધા મંદિરો બનાવાયેલા છે અને આ મંદિરોનું નિર્માણ ચન્દેલ કાલીન રાજાઓએ કરાવ્યું હતું. કહેવાય છે કે ચન્દેલ કાલીન રાજાઓએ ખજુરાહો માં કુલ ૮૫ મંદિર બનાવ્યા હતા. પરંતુ અત્યારે ખાલી ૨૫ મંદિર જ છે. જેમાં મતન્ગેશ્વર મંદિર સૌથી પવિત્ર અને બોવજ ખાસ માનવામાં આવે છે સમય સમય પર આ મંદિરમાં ઘણા બધા કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
જાણો મતન્ગેશ્વર મંદિર કેમ છે આટલું બધું ખાસ :
ઈતિહાસ મુજબ ચન્દેલ કાલીન રાજાઓ દ્વારા ખજુરાહો માં જેટલા પણ મંદિરોની નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાંથી ફક્ત મતન્ગેશ્વર મંદિર જ એક એવું મંદિર છે જેને આ રાજાઓ એ પૂજા પાઠ કરવા માટે બનાવ્યું હતું. આ મંદિરના પુજારી અનુસાર તે બોવજ જુનું મંદિર છે અને પ્રાચીન કાળથી આ મંદિરમાં પૂજા પાઠ કરવામાં આવે છે.
આ મંદિરથી જોડાયેલી એક માન્યતા અનુસાર આ મંદિરનું નામ મતન્ગેશ્વર રાખવા પાછળ એક બોવ મોટું કારણ છે જે મરકત મણી છે. એવું માનવામાં આવે છે કે રાજા ચંદ્ર દેવે આ મંદિર ના નિર્માણ દરમ્યાન શિવલિંગવાળી જગ્યાની નીચે મરકત મણી દબાવી હતી. રાજા ચંદ્ર દેવને લાગતું હતું કે આ મણીને દબાવાથી તેના રાજ્યની રક્ષા થશે.
મરકત મણી બોવજ ખાસ પ્રકારની મણી છે અને આ મણી વિશે મહાભારતમાં પણ ઘણું કેહવામાં આવ્યું છે. મહાભારત અનુસાર આ મણી યુધિષ્ઠિર પાસે હતી કે જે એક મૂર્તિમાં જડાયેલી હતી. અને આ મૂર્તિને રાજા ચંદ્ર દેવે શિવલિંગ નીચે દબાવી દીધી હતી. જેના લીધે શિવલિંગ ઠંડુ રેહતું હતું અને જે પણ ભક્ત તેણે ગળે લગાડે તેના હાથ ઠંડા પડી જતા હતા.