અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે નવા મુખ્યમંત્રી તરીકે કોનું નામ બોલાશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. આ બાબત ઉપર કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે આવતી કાલ સવાર સુધીમાં નિર્ણય આવી જશે.
જોકે આજ સવારે સરદાર ધામ માં થયેલા કાર્યક્રમ બાદ પાટીદાર નેતા જ મુખ્યમંત્રી બનશે તેવો લાગી રહ્યું છે. જોકે અમુક સોર્સ દ્વારા એવી માહિતી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી હશે. તો બીજી બાજુ પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોતમ રૂપાલા ના નામો પણ લિસ્ટ માં આવી રહ્યા છે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ મોદીએ એમ પણ કહ્યું હતું કે પાટીદાર સમાજે વેપાર ક્ષેત્રે દેશને નવી ઓળખ આપી છે. વડાપ્રધાનના પાટીદાર સમાજની આ કાર્યક્રમમાં આવા શબ્દો અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું આપવું એ વાત સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર હોઈ શકે છે.
જોકે સીઆર પાટીલે પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૫૦થી વધુ સીટ ના ટાર્ગેટ ની વાત કરી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ભાજપ ગુજરાત બેઠક ઉપરથી ૧૫૦થી વધુ બેઠકો જીતીને નવો રેકોર્ડ કરે. તેથી જ નવો મુખ્યમંત્રી પાટીદારો ફરજિયાત છે.
મનસુખ માંડવીયા એ એક સારા પાટીદાર નેતા છે , કોરોના મહામારી દરમિયાન ભાજપની ઇમેજને તેમણે જ ખરા અર્થમાં કામગીરી કરીને બનાવી રાખી હતી. તો બીજી બાજુ લેવા અને કડવા બંને પટેલોમાં તેમનું સારું માંન સનમાન છે.
બીજી તરફ ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા નું કદ સતત ભાજપમાં ઉપર આવી રહ્યું છે તો પરષોત્તમ રૂપાલા અથવા ઝડફીયા બન્નેમાંથી કોઇ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.