શા માટે આરતી પછી બોલવામાં આવે છે કર્પૂરગૌરમ મંત્ર, જાણો તેના ચમત્કારિક લાભ

આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન શિવ સૌથી ભોળા દેવ છે, તેઓ ને પ્રસન્ન કરવા ખુબજ આસાન છે અને ભગવાન શિવના મંત્ર એટલા પ્રબળ હોય છે કે તેનો જાપ કરવાથી આપણા બધાજ સંકટો નું નિવારણ થઇ જાય છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ભોલે બાબા સૌથી જડપથી પોતાના ભક્તોના સંકટ દુર કરનાર હોય છે. અને ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જનાર મહાદેવ છે તેથી તેને ભોળાનાથ કહેવાય છે.

આજે અમે આ આર્ટીકલના માધ્યમથી ભગવાન શિવના ચમત્કારી મંત્ર વિશે જાણકારી આપીશું, જેના જપ કરવાથી આપણા બધાજ સંકટો અને દરેક મુશ્કેલીઓ દુર થઇ જાય છે. તેમજ દરેક સમસ્યાથી છુટકારો મળે છે. તેના માટે સવારે વહેલા સ્નાન કરી સફેદ વસ્ત્ર પહેરીને કોઈ પણ શિવાલય માં શિવલિંગ ને પવિત્ર જળથી સ્નાન કરાવવું.

ત્યાર બાદ કાચા દૂધ માં ભાંગ મેળવીને તેનાથી ભગવાન શિવને અભિષેક કરવો, આટલું કર્યા પછી શેરડીના રસથી શિવલિંગ પર સિંચન કરવું, અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ સાચી વિધિ પૂર્વક કરવો. સંકટો થી છુટકારો મેળવવા માટે “कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं|सदा वसन्तं ह्रदयाविन्दे भंव भवानी सहितं नमामि॥” આ મંત્ર નો જાપ પુરા મનથી કરવો. આટલું નિયમિત કરવાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે. તેમજ ભગવાન શિવ ની કૃપા દ્રષ્ટિ હંમેશા આપણા પર બની રહે છે.

આપણે જોઈએ છીએ કે મંદિર માં પણ જયારે આરતી બોલાય છે અને ભગવાનની આરતી થાય છે પછી કર્પૂરગૌરમ મંત્ર બોલાય છે આ મંત્ર નું આરતીમાં ખુબજ મહત્વ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer