શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરી દેવામાં આવ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન કરાયા છે.
આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ અત્યંત ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક કાર્યક્રમ બદલાવવામાં આવ્યાં હતો. જેને પગલે છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ કેન્સલ કરવું પડ્યું હતું .
નવા મંત્રીમંડળની નિમણૂકના જ સમયે રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ભાજપ હાઈ કમિશને નવા ચહેરાઓને સ્થાન આપવાનું આયોજન કરતા જુના મંત્રીઓનું સ્થાન અનિશ્ચિત છે .આ નિર્ણયથી નારાજ મંત્રીઓ મંત્રીમંડળમાં સ્થાન બનાવવા માટે પોત પોતાના જૂથમાં રજૂઆતો કરી રહ્યા છે. તો હવે ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારમાં સંભવિત મંત્રીમંડળ • ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, · પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ ‘ મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી • મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી • લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા • વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ • કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
• મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા • ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ • કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી · મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા • જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
• ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી • વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ • કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ • ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા • નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને ફોન આવ્યો