મનુષ્યના આ અંગમાં હોય છે ઈશ્વરનો વાસ, જાણો શરીરનું કયું અંગ છે ખુબ મહત્વનું…

એક વાર શરીરના અલગ અલગ અંગોમાં એ વાત ને લઈને જગડો થઇ રહ્યો હતો કે સૌથી મોટું કોણ. વાણી કહેવા લાગી હું સૌથી મોટી કારણકે જેની પાસે હું ના હોય તે બોલી નથી શકતા.

કાન કહેવા લાગ્યા જો અમે ના હોઈએ તો કોઈ સાંભળી નથી શકતું તેથી અમે મોટા. મન કહેવા લાગ્યું હું ના હોય તો વ્યક્તિને કોઈ પણ વસ્તુની ખબર નથી રહેતી તેથી હું શ્રેષ્ઠ છું.

પ્રાણ પોતાના વખાણ કરવા લાગ્યા અને કહે જો હું વ્યક્તિનો સાથ છોડી દવ તો વ્યક્તિ મૃત્યુ પામે છે તેથી હું સૌથી મોટો છું. આ વિવાદ ખુબજ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. પરંતુ કોઈ નિર્ણય ના આવ્યો.

તેથી ઈન્દ્રીઓ એ કહ્યું કે આનો નિર્ણય લેવા માટે આપણે પ્રજાપતિ પાસે જઈએ અને તેથી તેઓ બ્રહ્માજી પાસે પહોચ્યા. બ્રહ્માજી બોલ્યા તમારામાંથી કોઈ શરીરને છોડીને ચાલ્યું જાય અને શરીર બેજાન થઇ જાય તો સમજી લેવું એ સૌથી શ્રેષ્ઠ છે.

ઈન્દ્રીઓએ એવુજ કર્યું સૌથી પહેલા વાણી ચાલી ગઈ એક વર્ષ પછી પરત આવી અને તેણે વિચાર્યું કે મારા જવાથી શરીર માં કોઈ ફર્ક પડ્યો નહિ. એવુ જ આંખો અને કાનો એ કર્યું પરંતુ શરીર પર તેનો કોઈ પ્રભાવ પડ્યો નહિ.

ત્યાર બાદ મન શરીર છોડીને ચાલ્યું ગયું તેના જવાથી ફક્ત માનસિક વિકાસ અટક્યો તેની સિવાયના બધા જ અંગો ચાલતા રહ્યા. સૌથી છેલ્લે જયારે પરને શરીર છોડવાનું નક્કી કર્યું તો બધીજ ઈન્દ્રીઓ વ્યાકુળ થઇ ગઈ.

તેમણે અનુભવ કર્યો કે પ્રાણ ચાલ્યા જવાથી આપણો પણ નાશ થઇ જશે. તેથી તેમણે પ્રાણની શ્રેષ્ઠતા સ્વીકારી લીધી. આ પ્રાણ શકતી ઈશ્વર પાસેથી મળે છે. શાસ્ત્રોએ પરમાત્માને જ પ્રાણ કહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer