મૃત્યુ ની વિશે કહેવામાં આવે છે કે આ જીવનનું અટલ સત્ય છે, જે પણ જન્મ લે છે તે એક દિવસ તો એમના શરીર નો ત્યાગ જરૂર કરે છે. એની સાથે આપણે બધાને આ જાણવા ની ઉત્સુકતા રહે છે કે મૃત્યુ પછી શું થશે. શરીર ને તો સળગાવી દેવામાં આવે છે પરંતુ આત્મા ક્યાં જાય છે શું કરે છે. મૃત્યુ પછી જીવન ને જાણવા વિશે લોકો માં હંમેશા ઉત્સુકતા રહે છે. આજે અમે આ લેખ માં આ રહસ્ય ની વિશે ગરુડ પુરાણ ની અનુસાર જણાવી રહ્યા છીએ.
આપણે બધા મૃત્યુ ની પછી શરીર ને સળગાવી દઈએ છીએ પરંતુ આત્મા શરીર નો ત્યાગ કરીને જતી રહે છે. ગરુડ પુરાણ ની અનુસાર અંતિમ સમય દરમિયાન માણસ ના શરીરના ક્યાં ભાગમાંથી આત્મા જાય છે એ વિશે ગરુડ પુરાણ માં બતાવ્યું છે કે મનુષ્ય ના શરીર માં દશ અંગ એવા હોય છે જે હંમેશા ખુલ્લા રહે છે.
ગરુડ પુરાણ ની અનુસાર બે આંખ, નાક ના બે છેદ, બે કાન ના છેદ, મોં તેમજ મળ મુત્ર વિસર્જન દ્વાર એની સાથે જ માથા ની વચ્ચેની તિરાડ. જયારે બાળક જન્મ લે છે તો માથાને સ્પર્શ કરી એ છેદ ને મહેસુસ કરી શકાય છે. શાસ્ત્રો માં માનવામાં આવે છે કે જયારે બાળક માતા ના ગર્ભ માં હોય છે તો એ સમયે બાળક ના શરીર માં આત્મા આ છેદથી પ્રવેશ કરે છે.
શાસ્ત્રો માં માનવામાં આવે છે જેમ વ્યક્તિ કામ કરે છે એની અનુસાર જ મોત ના સમયે એની આત્મા જીવનમાં કરેલા કામોની અનુસાર જ શરીર ના આ ભાગોમાંથી બહાર નીકળે છે. એમાં માનવામાં આવે છે કે જો સારા કામ કર્યા હોય તો આત્મા માથાની તિરાડ થી બહાર નીકળે છે, જો ખરાબ કામ કર્યા હોય તો આત્મા ગુપ્તાંગોથી બહાર નીકળે છે.