કોઈપણ દેશમાં કોઈપણ ધર્મમાં કોઈપણ વિદ્યામાં, ચિકિત્સા શાસ્ત્રોમાં માનવ’મનુષ્ય એજ મુખ્ય કેન્દ્રમાં છે અને માનવતા એજ મોટો ધર્મ છે. હિન્દુઓનું મુખ્ય ગ્રંથોમાં મહાભારત સર્વોપરિ માનવ દર્શનનું અતિ વ્યાપક સ્વરૂપ દર્શાવ્યું છે.
– દરેક વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્રો, રાજકીય સ્થિતિ વિગેરેનું કેન્દ્ર- માનવ જીવન અને તેને જીવન સારી રીતે જીવવાની દૃષ્ટિ વિગેરે માનવનાં સુખ- શાંતિ માટે જ છે. આર્યુવેદનીસુશ્રુત સંહિતામાં ભગવાન ધ ધન્વંતરિ એ શાસ્ત્રની શરૂઆતમાં જ કહેલું છે કે, ‘અસ્મિન શાસ્ત્રો પુરુષ પ્રધાન’ તસ્યા ચિકિત્સા’
આમ વેદ શાસ્ત્ર-જીવન શાસ્ત્રમાં પુરુષ (માનવ) એજ પ્રધાન છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ આ ચાર પુરુષાર્થો તેના દ્વારા જ સિધ્ધ થઈ શકે છે. આથી ચિકિત્સાશાસ્ત્ર કે ધર્મશાસ્ત્ર-નિતી શાસ્ત્ર વિગેરે તમામમાં તે પ્રધાન છે.
એ માનવને માનવતા શિખવવા તેનાં સ્વાસ્થ્યની રક્ષા કરવા તેના માનસને સાત્ત્વિક બનાવવા ધર્મશાસ્ત્રો ચિકિત્સા રાગો- અન્ય તમામ વિજ્ઞાાનો વિગેરેનું સર્જન થયેલ છે. જીવનને સારી રીતે જીવવાથી જીવનનિષ્ઠ દર્શન થાય છે. જીવનને છોડી દેવાથી. જીવનથી દુર જઈ સન્યાંસ લેવાથી. જીવનવિમુખ થવાથી નહિં. જીવન અને જગતનો સ્વીકાર કરવાથી જીવનની લાક્ષણિકતા જાણી શકાય છે. સત્યનો સ્વિકાર કરવા અને અસત્યનો બહિષ્કાર આ ગીતાનો ઉપેદશ છે.
ધર્મજ્ઞાાન તે માત્રા બૌદ્ધિક જ્ઞાાન નથી. પણ સારૂં જીવન જીવી ધર્મનો નાવમાં બેસીને જીવન સાગર પાર કરવું એ ધાર્મિક્તા છે. આલોકમાં સારી રીતે ધર્મનાં સત્યના પરોપકારનાં સાધનથી આ જીવન અને મૃત્યુપછીની ગતી- એમ ઉભયલોકનાં સુખ માટેનું જીવન દર્શન ગીતામાં આપેલું છે. દર્શન- અધ્યાત્મ- ધર્મ- જીવન- માનવતાનો વિચાર કરીએ તો હિન્દુશાસ્ત્રો ધાર્મિકગ્રંથો)ની તોલે કંઈ આવી ના શકે.
દરેક કાર્યોમાં માનવ જ મુખ્ય છે. તેના આધારેજ જગતમાં ધાર્મિક્તા, સત્યતા, સદ્ભાવના, સૃષ્ટિનો વિકાસ સૃષ્ટિનું બંધારણ સહયોગ બની રહ્યો છે. પરસ્પર દેવોભવ માનવ- માનવતા રાખી એક બિજામાં દેવના દર્શન કરે તો પ્રભુ-પરમાત્મા રાજી રહે. અખોભગત કહેતા કે, તું જ તારો ગુરૂ થા.’ ભગવાન પ્રિય માનવની શોધમાં જ્યારે નરેન્દ્રનાથે શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછયું કે ‘તમે ભગવાનને જોયા છે? ત્યારે પરમહંસે ‘હા’ કહી તે વખતે નરેન્દ્રનાથે પૂછયું’કેવી રીતે ?
‘ જેવી રીતે તને જોઉ છું તે રીતે..’ રામકૃષ્ણ દેવનાં આ શબ્દોમાં માનવતાનાં અનુભવનો રણકો હતો. તેથી નરેન્દ્રનાથ પીગળી ગયા અને સ્વામી વિવેકાનંદ પ્રગટી ગયા. ભગવત ગીતાનું એક સૂત્ર આપણે સહુને હૈયામાં રાખવા જેવું છે કે’ ઇશ્વર સર્વભૂતનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ’ ઇશ્વર દરેક માનવની માનવતાનાં હૃદયમાં રહેલો છે. આમ દરેક દેશ-વિદેશમાં દરેક ધાર્મિકતામાં, દરેક શાસ્ત્રોમાં, દરેક વિજ્ઞાાનમાં માનવ જ મુખ્ય છે અને માનવતા એ તેનો મુખ્યધર્મ છે.