જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં માં દુર્ગાની પૂજા ખુબજ ધામ ધૂમથી કરવામાં આવે છે, અને દુર્ગા પૂજા માટે મૂર્તિનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ આપણા માંથી ખુબજ ઓછા લોકો જાણતા હશે કે પ્રતિમાના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી માટી નું પણ પોતાનું ખાસ મહત્વ છે. સ્ત્રી એક દેવી શક્તિ સમાન છે અને તેનું અપમાન એટલે માતાજીનું અપમાન અને તેથીજ સ્ત્રીઓનું સમ્માન કરવું જોઈએ.
માં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે વિશેષ પ્રકારની માટી ઉપયોગમાં લેવામાં આવે છે, જે સોનાગાછી થી આવે છે. સોનાગાછી કલકત્તાની રેડ લાઈટ જગ્યા છે, જે વૈશ્યાવૃત્તિ માટે પ્રચલિત છે. કારીગરોનું એવું માનવું છે કે જ્યાં સુધી ત્યાની માટી નો ઉપયોગ માતાની મૂર્તિ બનાવવામાં ના કરવામાં કરવામાં આવે ત્યાં સુધી મૂર્તિ અધુરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની પાછળનું સાચું કારણ.
જયારે પણ કોઈ મનુષ્ય આવા સ્થાન પર જાય ત્યારે પોતાની બધીજ ઈચ્છાઓને બહાર કાઢે છે. તેથી વૈશ્યા ઓ ના ઘરની માટી શુભ માનવામાં આવે છે. અને તેથી એ માટીનો ઉપયોગ માં દુર્ગાની મૂર્તિ બનાવામાં કરવામાં આવે છે.
એક કથા મુજબ એક વાર માં દુર્ગાએ પોતાની એક વૈશ્ય ભક્તની સામાજિક તિરસ્કાર થી રક્ષા કરવા માટે વરદાન આપ્યું હતું કે જાયે પણ મૂર્તિનું નિર્માણ કરવામાં આવશે ત્યારે વૈશ્યાલય ની માટીના ઉપયોગ વગર કોઈ પણ મૂર્તિ પૂર્ણ ગણાશે નહિ.
સ્ત્રી ને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. એવામાં જો મહિલાઓની આવી દયનીય હાલત હોય તો એના માટે આપનો સમાજ જ જવાબદાર છે. તેથી જ અહીની માટી ને માં દુર્ગાની મૂર્તિમાં વાપરવાના પ્રયોગના ઉદેશ્યને સમ્માન આપવું જોઈએ. કોઈ પણ સ્ત્રીને ક્યારેય એટલી બધી મજબુર ના કરવી જોઈએ કે એને પોતાનું અસ્તિત્વ જ દાવ પર લગાવી દેવું પડે, આ જવાબદારી સમાજની અને સમાજના લોકોની બને છે.
પરંતુ આજ કાલ સ્ત્રીઓ પર અત્યાચાર અને દુશ્કાર્મોનું પ્રમાણ ખુબજ વધી ગયું છે અને આવા કૃત્યો કરનાર લોકો પર માં દુર્ગા ક્રોધિત થાય છે અને તેમણે તેમના ખરાબ કર્મોનું ફળ આ જ જન્મ માં આપે છે. તેથી ક્યારેય કોઈ ખરાબ કામ ના કરવું જોઈએ અને જો ભૂલથી કોઈ દુષ્કૃત્ય થઇ ગયું હોય તો માં દુર્ગા પાસે તેની માફી માંગવી જોઈએ અને કરેલી ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.