જાણો માતાના વિસર્જન માટેનું શુભ મૂહૂર્ત

શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ હતી. નવ દિવસ બાદ નવમીના રોજ એટલે કે આજે તેમનું વિસર્જન કરવામાં આવશે. નવ દિવસની પૂજા બાદ માતાની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે. મા દુર્ગાના વિસર્જન બાદ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.

શુભ મૂહૂર્ત : આ વર્ષે દશેરાનો તહેવાર 8 ઓક્ટોબર 2019ના રોજ ઉજવવામાં આવશે. શારદીય નવરાત્રિનો નવમું નોરતું 7 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. નવમીના દિવસે સોમવારે નવમી તિથિ 03.05 સુધી રહેશે. ત્યાર પછી દશમી શરૂ થશે. આ ડબલ તિથિમાં સોમવારે માતા દુર્ગાનું વિસર્જન સોમવારે સવારે સૂર્યોદય કાળમાં એટલે કે સવારે 06:17:33થી 08:37:59 સુધી રહેશે.

વિસર્જન સમયે રાખો આ વાતોનું ધ્યાન : વિસર્જન નદી કે સરોવરમાં કરવું અત્યંત શુભ ગણવામાં આવે છે. માતાની પ્રતિમા, ઘટ કે જવારાની આસ્થા અને પંચોપચારની સાથે વિસર્જિત કરો. સમસ્ત પૂજા સામગ્રી પણ પવિત્ર જળમાં પ્રવાહિત કરો.

વિસર્જન માટે માં ને લઈ જતી સમયે એટલું ધ્યાન રાખો જેટલું તેમને લાવતી સમયે રાખ્યું હતું. ધ્યાન રાખો કે માતાના દિવ્ય વિગ્રહને વિસર્જનથી પહેલાં માની ભક્તિ ભાવથી આરતી કરો.

આરતીની દિવ્ય જ્યોત પ્રકાશને માતાના આર્શીવાદ અને પાવન પ્રસાદના રૂપમાં આત્મસાત કરો. વિસર્જન પછી એક નારિયેળ, દક્ષિણા અને ચોકીના કપડાંને કોઈ બ્રાહ્મણને દાન કરવું શુભ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer