નવરાત્રિના નવલાં દિવસો ચાલી રહ્યા છે. આજે માતાનું નવમું નોરતુ છે અને નોમ હોવાથી માતીજીને ભજવાનો અનેરો અવસર છે. દરેક ઘરે નાની મોટી પૂજાતો થતી હોય છે. ઘરમાં પૂજા થાય કે હવન તેના અંતે આરતીમાં કપૂર પ્રગટાવવામાં આવે જ છે. તેનું ખાસ કારણ હોય છે. આરતીમાં કપૂર પ્રગટાવ્યા પછી તેની આરતી લેવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. જો કે કપૂર સિવાય અન્ય વસ્તુઓ પણ છે જેને ઘરમાં નિયમિત પ્રગટાવવી જોઈએ. નવરાત્રિમાં ખાસ કરો આ ઉપાય માતા દૂર કરશે તમામ દુખો.
લીમડાના પાન : ઘરમાં સાંજે નવરાત્રિએ એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવું કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.
દશાંગ ધૂપ : ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બને છે. એને દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે. નવરાત્રિએ આ ધુપ સળગાવવાથી માતા પ્રસન્ન થાય છે.
કેસર : ઘર પર કોઈએ તંત્ર-મંત્ર કર્યું હોય તો જાવંત્રી, ગાયત્રી કેસર લાવીને એને વાટીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઉચિત માત્રામાં ગૂગળ મિક્સ કરો. હવે આ મિશ્રણની ધૂપ આપો. આવું નવરાત્રિએ કરવાથી લાભ મળશે.
કપૂરના ટુકડા : જો સીડીઓ, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં હોય તો આ તમામ સ્થળે 1-1 કપૂરનો ટુકડો મૂકી દો. ત્યાં મુકેલું કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે.
ગૂગળનો ધૂપ : સંધ્યા ટાણે ઘરમાં છાણા સળગાવીને ગૂગળનો ધૂપ કરવો. આમ કરવાથી ગૃહક્લેશ શાંત થઈ જાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે.
અગરબત્તી : ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી માતા પાસે એક ધૂપબત્તી કરવી. દર શુક્રવારે કાળકા માતાના મંદિરમાં જઈને પૂજા કરો. નવરાત્રિ પર ખાસ આ ઉપાય કરવો.
પીળી સરસવ : લોબાન, ગાયનું ઘી મિક્સ કરી સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને આ બધી સામગ્રી તેમાં નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે.