શ્રી કૃષ્ણએ પાપીઓના વધ માટે જ નહી, પરંતુ માં ની મમતા મેળવવા માટે લીધો હતો જન્મ.

ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ જન્માષ્ટમીના તહેવાર તરીકે માનવામાં આવે છે. પૌરાણિક ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ એ પૃથ્વી પર પાપીઓથી મુક્તિ અપાવવા માટે કૃષ્ણના રુપમાં જન્મ લીધો. ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમ ની મધ્ય રાત્રીએ રોહિણી નક્ષત્રમાં દેવકી અને વાસુદેવના પુત્ર સ્વરૂપ જન્મ લીધો. કહેવાય છે કે પૃથ્વી પર કંસનો ઉપદ્રવ વધી રહ્યો હતો. તેથી કંસ નો નાશ કરવા માટે શ્રી કૃષ્ણએ માનવ રૂપમાં અવતાર લીધો.

પરંતુ કેટલાક પુસ્તકોમાં જણાવેલ છે કે શ્રી વિષ્ણુ સ્વાર્થી હતા. તેઓ મને છે કે દુનિયાભરની શક્તિ દેવતાઓ ની પાસે છે. પરંતુ માં ની મમતા, પિતાનો પ્રેમ અને સમાજ જેવી દિલચસ્પ વસ્તુઓ મનુષ્યો ને જ આપી છે. વિષ્ણુજીનું માનવું છે કે કોઈ ભગવાન ઈચ્છે કે ના ઈચ્છે પરંતુ તેઓ જરૂર મનુષ્ય બનીને માં ની મમતા, પિતાનો પ્રેમ અને સમાજ જેવા સબંધો સાથે રિશ્તા બનાવા ઈચ્છે છે. તેથી તેઓએ મનુષ્યની જેમ જ જીવીને, દરેક સબંધોની મજા માનવા માટે કૃષ્ણ બનીને ધરતી પર જન્મ લીધો. અને તેથી જ તેમણે સ્વાર્થી પણ કહેવાયા હતા.

શ્રી કૃષ્ણે દેવકીની કોખ થી જન્મ લીધો હતો. યશોદા માતાની મમતા સાથે મોટા થયા. ગામના ગોવાળો સાથે મટકીઓ ફોડી, ઘણું માખણ ચોર્યું અને ખાધું. માતા યશોદાના હાથનો માર પણ ખાધો. ભાઈ બલરામની સાથે મોટા થયા. રાધા સાથે પ્રેમ કર્યો. આખા ગામની મહિલાઓ ને પોતાની દીવાની બનાવી. વાસળી વગાડી અને દરેક લોકોને પોતાની ધૂન પર નચાવ્યા. શ્રી કૃષ્ણએ એ જીવન જીવ્યું જેના માટે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. એ જીવન જે મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જે ભગવાન દ્વારા મનુષ્યોને ભેટમાં મળી છે. પૃથ્વી પરથી પાપીઓ નો વધ તો એક બહાનું હતું. શ્રી કૃષ્ણએ જન્મ ફક્ત માતાની મમતા મેળવવા માટે જ લીધો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer