ભદ્રકાળી શક્તિપીઠ: માતાના આ અનોખા મંદિરમાં લોકો સોનાના ઘોડા ચડાવીને લે છે આશીર્વાદ, મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ અર્જુને અહીં પૂજા કરી હતી…

માતા ના મંદિર દરરોજ ભક્તો ની ભીડ જોવા મળે છે. આ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે હરિયાણા ના કુરુક્ષેત્ર માં મૌજુદ માતા ના મંદિર માં પણ ખુબ ભક્તો ની ભીડ જોવા મળે છે.  આ મંદિર માં કોઈ પણ વાર તહેવાર પર તો ભક્તો ની સંખ્યા માં ખુબ જ વધારો જોવા મળે છે.

કુરુક્ષેત્ર માં ભદ્રકાળી દેવીકૂપ મંદિર સ્થિત છે. માં ભદ્રકાળી દેવીકુપ મંદિર માં સતી માતા ના જમણા પગ ની ઘૂંટી પડી હતી. અને એના પછી આ પ્રસિદ્ધ શક્તિપીઠ માતા કાળી ના આઠ સ્વરૂપ માં થી એક છે.

આવો તમને જણાવી દઈએ કે આ મંદિર ની શું ખાસિયત છે અને લોકો ની વચ્ચે કઈ પ્રકારની માન્યતાઓ છે. ભદ્રકાળી શક્તિપીઠ નો ઈતિહાસ માતા સતી થી જોડાયેલો છે. એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન શિવ સતી ના મૃત શરીર ને લઈને બ્રહ્માંડ માં ફરવા લાગ્યા

તો ભગવાન વિષ્ણુ એ સુદર્શન ચક્ર દ્વારા સતી ના શરીર ને ઘણા હિસ્સા માં વહેંચી લીધું. જ્યાં જ્યાં દેવી ના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠ ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ અહિયાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું.

માં ભદ્રકાળી દેવીકુપ માં સતી માતા ના જમણા પગની ઘૂંટી પડી હતી. પુરાણો ની અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એન બલરામ નું અહિયાં મુંડન સંસ્કાર પણ કરવામાં આવ્યું હતું. આ મંદિર નો સંબંધ મહાભારત થી પણ માનવામાં આવે છે.

યુદ્ધ ની પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને માં ભદ્રકાળી ની પૂજા અર્ચના કરવાનું કહ્યું હતું. અર્જુન એ કહ્યું હતું કે યુદ્ધ માં વિજય પ્રાપ્ત કર્યા પછી તે અહિયાં પર ઘોડા ચઢાવશે. યુદ્ધ જીત્યા પછી અર્જુન એ માતા ને એમનો શ્રેષ્ઠ ઘોડો અર્પિત કર્યો હતો.

ત્યારથી એવી માન્યતા છે કે અહિયાં પર શ્રદ્ધાળુ સોના, ચાંદી તેમજ માટી ના ઘોડા ચઢાવે છે. ચૈત્ર નવરાત્રિ માં અહિયાં મેળો લાગે છે અને દુર દુર થી શ્રદ્ધાળુ અહિયાં મન્નતો માંગવા આવે છે. અહિયાં સાચા મન થી માતા ના દર્શન તેમજ પૂજા આરતી કરવાથી ભક્તો ને સફળતા જરૂર મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer