જાણો માતા પોહલાનીના મંદિરનો એક એવો ચમત્કાર જેનાથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ

આસ્થાના દ્વાર માતા પોહલાનીનું મંદિર ડલહોંજીમાં ડેનકુંડની ખુબસુરત વાદીઓમાં વસેલુ છે. માતાના આ દરબારમાં લોકોની ભરી આસ્થા જોડાઈ રહેલી છે. હિમાચલ પ્રદેશના જીલ્લા ચંબાથી ડલહોંજી 12 કીમી માં દુર પર ખુબસુરત વાદિયોની વચ્ચે સ્થિત આ મંદિરમાં માં કાળીનું રૂપ પોહલાની સ્થાપિત છે.

પોહલાની દેવી પહેલવાનોની દેવી કહેવામાં આવે છે. એમ તો અહિયાં હંમેશા જ ભક્તોની ભીડ દેવી દર્શન માટે લાગી રહે છે પણ નવરાત્રીના સમય પર અહિયાં અઢળક ભીડ જોવા મળે છે. ભક્ત અહિયાં એમની તકલીફો લઈને આવે છે, એમનું માનવું છે કે અહિયાં આવવા વાળા બધા ભક્તની માંગણીઓ જરૂર પૂરી થાય છે. માંગણી પૂરી થવાથી ભક્ત દેવીને ધન્યવાદ આપવા પણ આવે છે. મંદિરથી ઘણા લોકોની આશા જોડાય રહેલી છે.

કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ ડેનકુંડના પહાડીના એ માર્ગથી કોઈ પણ આવતું-જતું ન હતું, કારણ કે આ પહાડી પર રાક્ષસોનો વાસ હતો. માતા કાળીજી એ પહેલવાનના રૂપમાં આવીને એ રાક્ષસોનો સંહાર કર્યો ત્યારથી આ મંદિરનું નામ પોહલવાની પડ્યું હતું. કહેવાય છે કે ડેનકુંડ નામની જગ્યા પર ચુડેલો રહેતી હતી અહિયાં આજે પણ કુંડ પણ જોઈ શકાય છે. લોકોનું માનવું છે કે ડેન અમાસ પર અહિયાં આજે પણ ચુડેલો આવે છે.

પોરાણિક કથાઓની અનુસાર:

પોરાણિક કથાઓની અનુસાર લોકો પર વધી રહ્યા અત્યાચારને જોઇને માતા મહાકાળીથી રહી ના શક્યા અને તે ડેન કુંડની એ પહાડીઓ પર એક મોટા પથ્થરથી બહાર પ્રકટ થઇ, પથ્થર તૂટવાનો અવાજ દુર દુર સુધી લોકોને સંભળાયો હતો છોકરી રૂપે માતાના હાથમાં ત્રિશુલ હતું અને અહિયાં માતા એ રાક્ષસોથી એક પહેલવાનની જેમ લડીને એનો વધ કર્યો ત્યારથી અહિયાં પર માતાને પહલવાની માતાના નામથી બોલાવવા લાગ્યા. હોવારના એક ખેડૂતને માતા એ સપનામાં આવીને કહ્યું કે અહિયાં માતાનું મંદિર સ્થપિત કરવાનો આદેશ આપ્યો અને એના આદેશ અનુસાર જ અહિયાં પર માતાના મંદિરની સ્થાપના કરી હતી.                                                                                                                                                                                   

સારી ફરવાની જગ્યા છે પોહલાની મંદિર:

પોહલાની માતા રખેડ ગામના વાશીન્દોની કુળ માતા છે એની નજીક ખુબસુરત રખેડ ગામ પડે છે જે કાહરી પંચાયતની અંદર આવે છે. અહિયાંના લોકોનું કમેટી મંદિર દેખ રેખ કરે છે. આ મંદિર હિમાચલ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ૨૨૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. શરદીઓમાં આ મંદિર અને એની આસપાસ બરફની મોટી ચાદર થઇ જાય છે, જેનાથી નજારો ખુબ જ મનમોહક થઇ જાય છે. દુર દુર સુધી બરફ જ નજર આવે છે એ સમયે અહિયાં પહોચવું ખુબ જ અઘરું થઇ જાય છે. અહી ચારેય બાજુનો નજારો જોવા મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer