આપણે સૌ જાણીએ જ છીએ કે ઈશ્વર કણ કણ માં વસે છે, જરૂરિયાત છે તો બસ એને સાચા મન થી બોલાવવાની જે કોઈ ભક્ત સાચા દિલ થી તેને યાદ કરે તો ભગવાને આવ્વુજ પડે છે અને આનું જીવતું જાગતું ઉદાહરણ છે માં વૈષ્ણોદેવી શક્તિ પીઠ ધામ. આ મંદિરમાં લાખો કરોડો ની સંખ્યામાં માં વિષનો દેવી ના ભક્તો આવે છે. અને પોતાની મનોકામના માતાને જણાવે છે, જેને માં વૈષ્ણોદેવી પૂરી પણ કરી દે છે.
માં વૈષ્ણોદેવી શક્તિપીઠ ધામનું નિર્માણ વર્ષ ૨૦૦૧ માં થયું હતું. તેમજ લોકો એ જમ્મુ થી અખંડ જ્યોત લાવી ને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. જેના નિર્માણમાં ત્રણ વર્ષથી પણ વધુ સમય લાગ્યો હતો. આ મંદિર ખુબજ પ્રસિદ્ધ છે. ખુબ જ દુર દુર થી લોકો અહી માં વૈષ્ણોદેવી ના દર્શન માટે આવે છે. અને આ મંદિરની આસપાસની જગ્યા પહાડો થી ઘેરાયેલી છે.
આ સોન નદીના કિનારે આવેલુ છે અહી એકલા પથ્થરો ની ખીણ અને ક્રશર પ્લાન્ટ હતા અહી લોકો એ ક્યારેય મંદિરની કલ્પના પણ નહોતી કરી. પરંતુ જયારે આ મંદિરનું નિર્માણ ચાલુ થયું ત્યારે માં ની કૃપાથી પૈસા પણ આવવા લાગ્યા અને મંદિરનું નિર્માણ કાર્ય ખુબજ જડપથી થવા લાગ્યું. અને આ મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન ક્યારેય પણ પૈસાની તંગી નહોતી ઉદ્બભવી.
જે દિવસે જમ્મુથી અખંડ જ્યોતનું નિર્માણ મંદિરમાં લાવવામાં આવી તો અચાનક વાતાવરણમાં બદલાવ આવી ગયો અને અચાનક ખુબજ જડપથી પવન આવવા લાગ્યો. અને વડલો ગર્જવા લાગ્યા અને ખુબજ વરસાદ વરસવા લાગ્યો અને ત્યારે લોકો સમજી ગયા કે આની સાથે માતાજીનું પદાર્પણ મંદિરમાં થઇ ગયું.