વાત જો હિંદુ ધર્મની હોય તો તેમાં ઘણી પરંપરા એવી હોય છે જેને પૂરી કરવી અનિવાર્ય હોય છે. જેમાં સૌથીથી મહત્વપૂર્ણ છે મહિલાઓને પૂજા કરતી વખતે માથું ઢાકવું. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહિલા માથું ઢાંકીને શા માટે પૂજા કરે છે? જો નહિ તો ચાલો જાણો જાણીએ આ રહસ્ય.
૧. હિંન્દુ ધર્મમાં માન્યતા છે કે તમે જેનું સમ્માન કરો છો તેની સામે હમેશા માથું ઢાંકીને રાખવું જોઈએ. આ વાતને મહિલાઓ પર વધુ લાગુ પડે છે.
૨. જાણકારી માટે કહી દઈએ કે દેવી દેવતાના સમ્માન સ્વરૂપ જ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. એટલે એવું માનવામાં આવે છે કે મહિલાઓને પૂજા કરતા સમયે પોતાનું માથું ઢાકી લેવું જોઈએ.
૩. એવું માનવામાં આવે છે કે માથું ઢાકીને પૂજા કરવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી, અને મગજમાં સકારાત્મકતા બની રહે છે.
૪. પૂજા પાઠ માટે વાતાવરણમાં સકારાત્મકતાનું હોવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે. કારણકે તેનાથી ભગવાનની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
૫. માથાને ઢાકવા વિશે એક આ વાતની પણ માન્યતા છે કે તેનાથી ધ્યાન એકાગ્ર થાય છે. અને પૂજા પાઠ કરતા સમયે મન એકાગ્ર થાય છે.
૬. વેદો અનુસાર કહેવામાં આવ્યું છે કે માથાના મધ્યમાં એક કેન્દ્રીય ચક્ર હોય છે.
૭. માથાને ઢાંકીને ભગવાનની આરાધના કરવાથી આ ચક્ર પર વધુ પ્રભાવ પડે છે જેનાથી ઘણા મોટા લાભ થાય છે.