આ મંદિરમાં એક ભૂલથી થઇ જાય છે મૌત, તો પણ દુર-દુરથી આવે છે લાખો ભક્તો આપણે હંમેશા જ સાંભળતા આવ્યા છીએ કે ભગવાનમાં શ્રદ્ધા હોય તો અને એના આશીર્વાદ હોય તો મરતા વ્યક્તિને પણ જીવનદાન મળી જાય છે. દુનિયા ભરમાં ઘણા મંદિર છે જ્યાં લોકો એમની મનોકામના અને મનની શાંતિ માટે મંદિર જાય છે. અમુક લોકો તો મંદિર પ્રાંગણમાં પણ રોકાય જાય છે. પરંતુ એ જાણીને હેરાની થશે કે ભારતમાં એક એવું મંદિર પણ છે જ્યાં માતા રાનીના ભક્તોને મંદિરમાં રોકાવવાની અનુમતિ નથી.
કહેવામાં આવે છે કે રાતે જે પણ વ્યક્તિ અહિયાં રોકાય છે એને સવારનો સુરજ જોવો નસીબમાં ન હોય. આ મંદિર છે મધ્યપ્રદેશ ના સતના જીલ્લાના મૈહેરમાં. આ મંદિરને લઈને લોકોનું માનવું છે કે જો મંદિરમાં કોઈ વ્યક્તિ રાતે રોકવાની કોશિશ કરે છે તો તે બીજા દિવસની સવાર જોઈ શકતો નથી. ઊંચા પહાડો હોવાને કારણે આ મંદિરમાં ભક્તોની ભારી ભીડ જોવા મળે છે.
સતના જીલ્લાના મૈહેરમાં સ્થિત આ મંદિર લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. આ મંદિરમાં માતા શારદાની મુખ્ય પૂજા કરવામાં આવે છે પરંતુ એની સાથે સાથે દેવી કાળી, દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, શ્રી કાલ ભૈરવી ભગવાન, ફૂલમતી માતા, બ્રહ્મદેવ, હનુમાનજી અને જ્લાપા દેવીની પણ પૂજા થાય છે. આ મંદિરને મૈહેર દેવીનું મંદિર પણ કહેવામાં આવે છે. માતાના દર્શન માટે અહિયાં આવવા વાળા ભક્તોને ૧૦૬૩ સીડીઓની સફર નક્કી કરવી પડે છે. ભક્તોનું માનવું છે કે મૈહેરમાં માતા શારદામાં માંગેલી દરેક માનતા પૂરી થાય છે. લોકો અહિયાં મન્નતના દોરા પણ બાંધે છે અને પૂરી થવા પર બીજી વાર દર્શન માટે આવે છે.
મંદિરમાં દર્શન માટે વર્ષોથી આવી રહેલા ભક્તો જણાવે છે કે મંદિરમાં આલ્હા અને ઉદલ આવીને સૌથી પહેલા માતા શારદાની પૂજા અને પૂરો શણગાર કરે છે. એના પછી જ અહિયાં આવવા વાળા શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા ખુલ્લે છે. અહીયાના લોકોની માન્યતા અનુસાર આલ્હા અને ઉદલ માતાના સૌથી મોટા ભક્ત હતા. એવું કહેવામાં આવે છે કે આ બંને દ્વારા જ સૌથી પહેલા જંગલોની વચ્ચે શારદા દેવીના મંદિરની શોધ કરવામાં આવી હતી. પછી આલ્હા એ આ મંદિરમાં બાર વર્ષ સુધી તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને દેવીએ એને અમરત્વના આશીર્વાદ આપ્યા હતા. આજે પણ આ માન્યતા છે કે માતા શારદાના દર્શન દરરોજ સૌથી પહેલા આલ્હા અને ઉદલ જ કરે છે.
આલ્હા માં ને શારદા માં કહીને ઓળખવામાં આવતા હતા અને આ કારણથી અહિયાં વિરાજમાન માં ને શારદા માતા કહેવામાં આવે છે. તેમજ આ મંદિરથી જોડાયેલી એક માન્યતા એ પણ છે કે રાતે ૨ વાગ્યાથી લઈને ૫ વાગ્યા સુધી આ મંદિરમાં કોઈ પણનો પ્રવેશ વર્જિત છે અને જો કોઈ વ્યક્તિ આ સમયે મંદિરમાં પ્રવેશ કરે છે તો એનું મૌત થઇ જાય છે. તેમજ મંદિરની પાછળ પહાડોની નીચે એક તળાવ છે. તળાવથી ૨ કિલોમીટર આગળ જવા પર એક અખાડો મળે છે, જેના વિશે આ માન્યતા છે કે અહિયાં આલ્હા અને ઉદલ કુશ્તી લડતા હતા. મંદિરની પાછળ વાળા તળાવને આલ્હા તળાવ કહેવામાં આવે છે.