રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે. અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા.
બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો. આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો.
દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.
નિર્માણ: 2003માં આ મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. 2005માં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરના મુખ્ય આકર્ષણો: જયપુરની આવેલી મેલડી માતાની અષ્ઠભૂજાવાળી મૂર્તી.
આરતીનો સમય : સવારે 5.30 વાગ્યે સાંજે સંધ્યા સમયે દર્શનનો સમય: સવારે 6.00થી સાંજે 7.30 સુધી.
કેવી રીતે પહોંચવું: નડિયાદથી ચાર કિમીના અંતરે આવેલં છે આ યાત્રાધામ. આ મંદિર અમદાવાદથી 55 કિમી અને વડોદરાથી 63 કિમી દૂર છે.
જયપુરની આવેલી મેલડી માતાની અષ્ઠભૂજાવાળી મૂર્તી
નજીકના મંદિરો
1). ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, ખેડા- 24 કિમી.
2). ગળતેશ્વર મહાદેવ મંદિર. સરનાલ, ખેડા 49 કિમી.
3). ભાથિજી મંદિર ફાગવેલ, ખેડા 51 કિમી
નડિયાદથી ચાર કિમીના અંતરે આવેલં છે આ યાત્રાધામ. અહીં રહેવા અને જમવાની વ્યવસ્થા છે. મેલડી માતા મંદિર, મરીડા, તાલુકો-નડિયાદ, જિલ્લો-ખેડા