દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી અને ડામ દઈ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. મૃતકનાં પરિવારજન સહિત પાંચ વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી પ્રસરાવનારા બનાવમાં દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન આજે પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને ‘મેલું કાઢવા’ માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ધોકા વડે માર માર્યો અને શરીરે ડામ દીધો.
જેથી ગંભીર ઇજાઓ થતાં રમીલાબેને ત્યાં જ દમ તોડયો હતો, આથી આ બનાવે હત્યાનો અંજામ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનસ્થળે પહોચી ગઈ હતી
અને પરિવારજનોની સંડોવણી બહાર આવતા તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. મૃતદેહને લોકલ હોસ્પીટલમાં પોસ્ટમો્ટમ માટે લઈ જવાયો હતો.
અંધશ્રદ્ધના ભોગે પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતાં તેનાં ત્રણ માસૂમ બાળકોએ તેની માની છત્રછાયા ગુમાવી દીધી છે. આ કાંડમાં મહિલાને સળિયા ગરમ કરી ડામ દેવાયા અને ઢોર માર મરાયો હોવાનું જાણવા મળ્યું છે.