શું તમે જાણો છો તહેવારના દિવસે શા માટે દીવા અમે મીણબત્તી પ્રગટાવામાં આવે છે?

આપને ત્યાં દિવાળી પર કે અન્ય તહેવાર માં દીવા અને મીણબત્તી પ્રગટાવવા માં આવે છે, તમે જોયું હશે કે તહેવાર પર મીણબતી કરવામાં આવે છે. એવો રીવાજ બધા ધર્મમાં હોય છે પણ શું તમે જાણો છે કે મીણબતી શા માટે કરવામાં આવે છે?    

ધર્મમાં પ્રકાશ એટલે કે અજવાળાનું વિશેષ મહત્વ છે સાથે જ તે ઈશ્વરનું રૂપ પણ માનવમાં આવે છે. શાસ્ત્રોમાં પ્રકાશની તુલના જ્ઞાનથી કરવામાં આવે છે. એટલે તહેવારમાં પ્રકાશ રૂપી મીણબતી કરવાથી પોતાને અજ્ઞાનતા થી કાઢીને જ્ઞાન તરફ લઇ જવાનો પ્રયાસ કરે છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ઘર પ્રકાશિત કરવાથી ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે.

ખાસ કરીને તહેવાર પર મીણબત્તીઓ કરીને પ્રકાશની મહત્વતાને વધુ માન્યતા આપવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ ની વાત કરીએ તો ક્રિસમસ ના પર્વ પર લોકો ઈશ્વર ઈશુ પાસે મીણબત્તીઓ રાખે છે તેનાતી ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના જીવનમાં પ્રકાશ લાવાની કામના રાખે છે. કહેવાય છે કે મીણબતી પ્રગટાવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને જીવન માં સકારાત્મકતાનો વાસ થાય છે.  

તહેવારો પર રંગબેરંગી મીણબતી પ્રગટાવીએ તેને પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છેકે તેમાંથી જીવનમાં ખુશીઓ અને સફળતાનું આગમન થાય છે. એવું માનવામાં આવે છે કે ઘર, આંગણ, ઘરના દરવાજા, ઓફીસ જેવી જગ્યામાં પ્રકાશ કરવાથી ભગવાનની કૃપા મળે છે.  

શાસ્ત્રોમાં પ્રકાશથી જીવન ના અંધારાને દુર કરવાની વાત કહી છે. કહેવાય છે કે જયારે પણ પ્રકાશના માધ્યમથી ઈશ્વરની આરાધના કરીએ છીએ તો તે પ્રકાશ ના માધ્યમથી જ્ઞાન ના રૂપમાં અર્જિત થાય છે.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer