લો બોલો ! સવારે ઉઠતા જ મોબાઇલ હાથમાં લેતા મમ્મીએ તમાચો મારતા પુત્રી ઘર છોડી ચાલી ગઇ

પારિવારીક ઝઘડા માટે નિમિત બની રહેલો મોબાઇલ. પાંડેસરા વિસ્તારમાં સવારે ઉઠતાની સાથે જ મોબાઇલ લેવાના મુદ્દે માતાએ ઠપકો આપી તમાચો ઝીંકી દેતા તરૂણી ઘર છોડીને ચાલી ગઇ હતી.

જો કે ટ્રેનમાં વડોદરા જઇ જાતે જ પરત આવી જતા પરિવાર અને પોલીસે રાહતનો દમ લીધો હતો. પાંડેસરા ગુ.હા. બોર્ડ વિસ્તારમાં રહેતા રતકલાકારની ૧૪ વર્ષની પુત્રી અંજલી (નામ બદલ્યું છે) ગત સવારે ૬ વાગ્યે ઉઠી હતી.

ઉઠતાની સાથે અંજલીએ તેની માતાનો મોબાઇલ ફોન લીધો હતો જેથી તેને ગુસ્સામાં એક તમાચો મારી દીધો હતો. જેથી માઠું લાગી આવતા માતા નાની બહેનને સ્કૂલે લેવા ગઇ હતી ત્યારે અંજલી ઘર છોડીને ચાલી ગઇ હતી.

જેથી માતા-પિતાએ સ્થાનિક વિસ્તાર ઉપરાંત સગાસબંધી અને પરિચીતોને ત્યાં શોધખોળ કરી હતી.  પરંતુ અંજલીનો કયાંય પત્તો મળ્યો ન હતો. જેથી પાંડેસરા પોલીસમાં અંજલીના અપહરણની આશંકા વ્યકત કરતી ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનાની તપાસ પીએસઆઇ એચ.એમ. આહીર કરી રહ્યા હતા.

દરમિયાનમાં આજે બપોરના અરસામાં અંજલી જાતે જ પરત ઘરે આવી ગઇ હતી. પોલીસ અને પરિજનોએ પુછપરછ કરતા માતાએ ઠપકો આપી તમાચો મારી દેતા માઠું લાગી આવ્યું હતું. જેથી ઘર છોડીને નીકળી ગઇ હતી અને ટ્રેનમાં બેસી વડોદરા ગઇ હતી.

જયાં રાત સ્ટેશન પર જ રોકાયા બાદ પરત ટ્રેનમાં સુરત આવી ગઇ હોવાની કબૂલાત કરી હતી.૧૪ વર્ષની પુત્રી ઘરેથી નીકળી ટ્રેનમાં વડોદરા પહોંચી, આખી રાત સ્ટેશન પર વિતાવ્યા બાદ બીજા દિવસે બપોરે જાતે પરત આવી

Leave a reply:

Your email address will not be published.

Site Footer