સોલંકીયુગમાં બનેલ મોઢેરા સૂર્યમંદિર સોલંકી આર્કિટેક્ચરનો અદભુત નમૂનો છે. ઇ.સ. પૂર્વે 1026-27માં પાટણના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન સૂર્યમંદિરનું નિર્માણ થયું હતું. આ સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે અને ભોળા ભીમદેવના રાજ્યકાળના સમયમાં આ મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો : મુખ્ય મંદિર સૂર્યમંદિર તરીકે ઓળખાય છે. જેમાં 12 મહિનાના 12 અદભુત કોતરણીવાળા સ્તંભ બનાવવામાં આવ્યા છે. મંદિર અને પાસે આવેલ કુંડની કોતરણી જોનારને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 3 દિવસના નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પુરાતત્વ વિભાગ ગુજરાત સરકાર મંદિરનું સંચાલન કરે છે. આ એક ઐતિહાસિક સ્મારક છે. અહીં આરતી કરવામાં આવતી નથી.દર્શનનો સમય : સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી.
મંદિરમાં ભારતના નાગરિકો માટે પ્રવેશ ફી 15 રૂપિયા છે અને વિદેશી દર્શનાર્થી માટે 200 રૂપિયા છે. આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈ.સ. 1026-1027માં કરાવ્યું હતું. મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક બંધાયેલું છે. આ મંદિર પહેલાં સ્થાનિકોમાં ‘સીતાની ચૌરી’ અને ‘રામકુંડ’ તરીકે જાણીતું હતું. અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.
નજીકનાં મંદિરો : હાટકેશ્વર મંદિર, વડનગર 65 કિમી. બહુચરાજી મંદિર 108 કિમી. સપ્તેશ્વર મંદિર, 85 કિમી. ઉમિયાધામ, ઊંઝા, 49 કિમી.