મોદી સરકારે આ યોજનાને મંજૂરી આપી, જેનાથી 7.6 લાખ લોકોને આ સેક્ટરમાં મળશે નોકરી, જાણો સ્કીમ વિશે ડિટેઇલમાં…..

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સરકારે કેબિનેટની બેઠકમાં ઓટો અને ડ્રોન ક્ષેત્ર માટે 26,058 કરોડ રૂપિયાની PLI યોજનાને મંજૂરી આપી છે.

આમાંથી 25,938 કરોડ રૂપિયા ઓટો મોબાઇલ સેક્ટરને આપવામાં આવશે, જ્યારે 120 કરોડ ડ્રોન ઉદ્યોગને આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારી અંદાજ મુજબ કેબિનેટના આ નિર્ણયથી 7.6 લાખ લોકોને ઓટો સેક્ટરમાં નોકરી મળશે.

આનાથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધશે. તેમણે કહ્યું કે આનાથી ઓટો સેક્ટરમાં આગામી પાંચ વર્ષમાં 47,500 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે. કેન્દ્ર સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને પણ મંજૂરી આપી છે.


અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા માળખાકીય ફેરફારો થયા છે. AGR ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. AGR માં અગાઉ ખૂબ ઉચો વ્યાજ ઘટાડીને વાર્ષિક 2% કરવામાં આવ્યો છે. આ સિવાય તેના પર લગાવવામાં આવેલ દંડ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તેનાથી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત મળશે.

આ યોજના મુજબ સરકાર કંપનીઓને વધારાનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપશે. સરકારનો ઉદ્દેશ તેમને વધુ નિકાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે. PLI યોજનાનો ઉદ્દેશ રોકાણકારોને દેશમાં સ્પર્ધાનું વાતાવરણ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer