ભગવાન શ્રીકૃષ્ણના દર્શન તો આપણે સૌ કરીએ છીએ. તેમના સ્વરૂપનું વર્ણન પણ સાંભળ્યું હોય છે. તેમાં મોરપંખનો ઉલ્લેખ અચૂક થાય છે. મોરપંખ વિના તમે શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો જોયો નહીં હોય. મોરપંખ ઘરમાં રાખવું પણ શુભ ગણાય છે.
પરંતુ શું તમે જાણો છો કે મોરપંખ એવું જ ઘરમાં રાખવું જોઈએ કે જે કુદરતી રીતે ખરેલું હોય. જો મોરને તકલીફ આપીને મોરપંખ લેવામાં આવે તેને ઘરમાં રાખવું ન જોઈએ. ઘરમાં જે મોરપંખ લાવો તે અખંડ હોવું જોઈએ. તુટેલા મોરપંખને રાખવાથી નુકસાની થાય છે. જો કે મોરપંખના વિવિધ ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવાયા છે.
આ ઉપયોગ ઘરમાં ધન-ધાન્ય વધારે છે તો ચાલો જાણી લો કે કુદરતી રીતે ખરેલા મોરપંખને ઘરમાં રાખવાથી શું લાભ થાય છે. ઘરમાં મોરપંખ ઘરમાં રાખવાથી ક્લેશ થતો નથી. ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝઘડા થતાં નથી. ઘરમાં અણધારી કે અપશુકનીયાળ ઘટનાઓ બનતી નથી. ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે પોતાની સાથે મોરપંખ રાખવું જોઈએ. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો મુખ્ય દરવાજા પર ત્રણ મોરપંખ લગાડવાથી લાભ થાય છે. જો ઘરની કોઈ વ્યક્તિ ચિંતામાં રહેતી હોય તો તેના રૂમમાં મોરપંખ રાખવું જોઈએ.
મોરપંખ ઘરના અગ્નિ ખૂણામાં રાખવું જોઈએ.પરંતુ શું તમે જાણો છો કે મોરપંખ એવું જ ઘરમાં રાખવું જોઈએ કે જે કુદરતી રીતે ખરેલું હોય. જો મોરને તકલીફ આપીને મોરપંખ લેવામાં આવે તેને ઘરમાં રાખવું ન જોઈએ. મોરપંખ વિના તમે શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો જોયો નહીં હોય. મોરપંખ ઘરમાં રાખવું પણ શુભ ગણાય છે. જો કે મોરપંખના વિવિધ ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવાયા છે.
મોરપંખ ઘરમાં શુભ મુહૂર્તમાં જ લાવવું જોઈએ. ઘરની આર્થિક સ્થિતી નબળી હોય તો ઈશાન ખૂણામાં મોરપંખ રાખવું જોઈએ. ઘરમાં જે મોરપંખ લાવો તે અખંડ હોવું જોઈએ. તુટેલા મોરપંખને રાખવાથી નુકસાની થાય છે. ઘરમાં નાનું બાળક હોય તો તેની નજર મોરપંખથી ઉતારવી જોઈએ.