મોટા ભાગના લોકોને નહિ ખબર હોય ભગવાન શિવની બહેન વિશે, જાણી લો તમે વિસ્તારમાં 

ખુબજ ઓછા લોકો જાણે છે કે શાસ્ત્રો મુજબ શિવજીની એક બહેન હતી. જાણો તેમના જન્મની કથા અને કેવા હતા તેમના પાર્વતીજી સાથેના સબંધ. ભગવાન શિવની પત્ની અને તેમના બાળકો વિશે દરેક લોકો જાણે છે પરંતુ તેમની બહેન વિશે કોઈ નહિ જાણતું હોય

એક પૌરાણિક કથા અનુસાર પાર્વતીએ શિવ જોડે લગ્ન કર્યા ત્યારે ટે ઘરમાં પોતાને એકલી મહેસુસ કરતી હતી તેમની ઈચ્છા હતી કે કાશ તેમને પણ એક નણંદ હોય જેથી તેમની સાથે એમનું મન લાગી જાય પરંતુ ભગવાન શિવ તો અજન્મા હતા.

ભગવાન શિવ તો અંતર્યામી છે, તેમણે દેવી પાર્વતીના મનની વાત જાણી લીધી તેમણે પાર્વતીને પૂછ્યું કોઈ સમસ્યા છે દેવી? ત્યારે પાર્વતીજીએ કહ્યું કે કાશ તેમની પણ કોઈ નણંદ હોય. ભગવાન શિવજીએ કહ્યું હું તમને નણંદ તો લાવી આપું પરંતુ શું તમારે તેમની સાથે બનશે?

ત્યારે પાર્વતીજીએ કહ્યું કે ભલા નણંદ સાથે મારે શુકામ ના બને, ભગવાન શિવે કહ્યું ઠીક છે દેવી, હું તમને એક નણંદ લાવી આપીશ. ભગવાન શિવે પોતાની માયાથી એક દેવી ઉત્પન્ન કર્યા. અને ભગવાને કહ્યું આ લો આ છે તમારી નણંદ અને તેમનું નામ છે અસાવરી.

દેવી પાર્વતી પોતાની નણંદને જોઇને ખુબજ ખુશ થયા. અસાવરી દેવી સ્નાન કરીને આવ્યા અને ભોજન માંગવા લાગ્યા. દેવી પાર્વતી એ ભોજન પીરસ્યું, જયારે અસાવરીએ ખાવાનું ચાલુ કર્યું તો પાર્વતીના ભંડારમાં જેટલું પણ હતું બધુ જ ખાલી થઇ ગયું અને મહાદેવ માટે કઈજ ના વધ્યું.

તેનાથી પાર્વતી દુખી થઇ ગઈ. જયારે પાર્વતીએ તેને પહેરવા માટે વસ્ત્ર આપ્યા તો મોટો અસાવરીને તે વસ્ત્ર ટૂંકા પડ્યા. પાર્વતી તેમના માટે બીજા વસ્ત્રની વ્યવસ્થા કરવા લાગી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે નણંદને અચાનક મજાક સુજી અને તેણે પોતાના પગની તિરાડમાં પાર્વતીજીને છુપાવી દીધા,

પાર્વતીનો દમ ઘુંટાવા લાગ્યો. મહાદેવે જયારે અસાવરીને પાર્વતી વિશે પૂછ્યું તો અસાવરી ખોટું બોલી. જયારે શિવજીએ કહ્યું કે શું આ તારી મજાક તો નથી ને? અસાવરી હસવા લાગી અને જમીન પર પગ પછાડ્યો તેથી પગની તિરાડમાંથી પાર્વતી બહાર આવી.

અને બીજી બાજુ નણંદના આવા વ્યવહારથી દેવી પાર્વતીનો ગુસ્સો વધી ગયો, દેવી પાર્વતીએ શિવજીને કહ્યું કે કૃપા કરી નણંદને જલ્દી સાસરે મોકલવાની વ્યવસ્થા કરો. મારાથી ખુબજ મોટી ભૂલ થઇ ગઈ કે મે નણંદની માંગણી કરી. અને ત્યાર પછી ભગવાન શિવજીએ અસાવરી દેવીને કૈલાસથી વિદાઈ આપી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer