શું તમે જાણો છો મૃત્યુ પછી મનુષ્યની આત્મા સૌ પ્રથમ ક્યાં જાય છે?

હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે કાર્યની અનુસાર જ આત્માને શરીર છોડ્યા પછી ગતિ મળે છે. આપણા કાર્યની અનુસાર જ આત્માને પુનઃજન્મમાં શરીર મળે છે. હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખવા વાળા પુનઃજન્મમાં વિશ્વાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે આપણે આ જન્મના કામ જ આપણા આગળના જન્મને નિર્ધારિત કરે છે. પુનઃજન્મમાં સુખ દુખ નિર્ધારણ પાછળના જન્મને કર્મોના આધાર પર થાય છે.

પરંતુ ઘણા લોકોનું માનવું હોય છે કે મૃત્યુની પછી આત્માનું કોઈ અસ્તિત્વ નથી હોતું. તે લોકો પુનઃજન્મ માં વિશ્વાસ નથી કરતા અને આગળના જન્મને માનતા પણ નથી. એ તો સૌના એમના વિચાર છે, પરંતુ મનમાં એક વાત જરૂર આવે છે કે મૃત્યુ પછી તે આગળના જન્મ સુધી આત્મા ક્યાં રહે છે. આજે અમે આ વિષે ધર્મગ્રંથોના આધાર પર કહેવાયેલી વાતો કહેવા જઈ રહ્યા છીએ.

ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પછી આત્મા પરલોક જાય છે, મૃત્યુ પછી આત્માને લઇ જવા માટે બે યમદૂત આવે છે. વ્યક્તિને એમના કામોને અનુસાર જ ગતિ મળે છે. જીવનકાળ માં કામોણે આધાર પર જ આત્માને શરીરનો સાથ છોડવામાં કષ્ટ થાય છે.                                                                               

આત્માને શરીર છોડ્યા પછી યમલોકમાં આત્માને ૨૪ કલાક રાખવામાં આવે છે. ત્યાં આત્માને એના સારા ખરાબ કામોને બતાવવામાં આવે છે. એના પછી આત્માને ફરી એ જગ્યા પર છોડી દેવામાં આવે છે જે જગ્યાથી આત્માને લાવવામાં આવે છે એ જગ્યા પર આત્મા ૧૩ દિવસ સુધી રહે છે.

આત્મા યમલોક જતા સમયે એને રસ્તામાં નર્ખ દેખાડવામાં આવે તેમજ રસ્તામાં ભયાનક ઘટનાઓ આપવામાં આવે છે. એની સાથે જ એક વર્ષ પછી આત્મા યમલોક પહોંચે છે. જ્યાં આત્માના કામોની અનુસાર જ નર્ક અથવા સ્વર્ગ મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer