જયારે પણ કોઈ વ્યક્તિ નવું મકાન બનાવે તો તે દરમિયાન વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે કારણ કે જો ઘરનું વાસ્તુ બરાબર હોય તો આપણા જીવનમાં પણ કોઈ પ્રકારના કષ્ટો નથી આવવતા અને ઘરમાં જીવનભર ખુશી જ ખુશી આવશે.
વાસ્તુશાસ્ત્ર મુજબ આ વાતોનું જ્ઞાન હોવું પણ આપણા માટે ખુબજ જરૂરી છે: ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે તે માટે વસ્તુ શાસ્ત્રનું સાચું જ્ઞાન હોવું આપણા માટે ખુબજ જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા ખખડાવવા શુભ નથી માનવામાં આવતા ઘરના દરવાજામાં બેલ મુકાવવો અથવા કોઈને બુમ પાડીને બોલાવવા. ઘરના દરવાજાને ખ્ખ્દાવવાથી વાસ્તુ દોષ વશે છે.
આવું કરવાથી લક્ષ્મી જાજા સમય સુધી ઘરમાં નથી રહેતી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો સવારે ઉઠીને ભગવાન ગણેશજી ની આરાધના કરવામાં આવે તો વાસ્તુ દોષ દુર થઇ જાય છે.
આપણા ઘરમાં લગાવેલો તુલસીનો છોડ ખુબજ પવિત્ર અને પૂજનીય હોય છે, તુલસીના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ. તેનાથી જીવનમાં અશુભતા આવે છે.
તુલસીના છોડને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ. આપણા શરીર પર પહેરવામાં આવતા ગંદા કપડા પણ વાસ્તુ દોષ વધારે છે, જો કપડા જુના અથવા ફાટી ગયેલા હોય તો તેને ફેકી દેવા જોઈએ.
અને સાંજના સમયે ઘરની સાફ સફાઈ બિલકુલ ના કરવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે સાંજના સમયે સાફ સફાઈ કરવાથી લક્ષ્મીમાં તમારાથી નારાજ થઇ જાય છે.