1890 માં આપણા ભારત દેશ ઉપર અંગ્રેજો રાજ કરતા હતા અને આ અંગ્રેજો આપણા ભારતીય સાથે ખૂબ જ ભેદભાવ કરતા હતા. યુરોપની હોટલોમાં પણ ભારતીય અને આવા જવાની મનાઈ હતી આથી ઉદ્યોગપતિ જમશેદજી ટાટાએ તાજ હોટલ બનાવવાનું નક્કી કર્યું હતું જ્યાં ભારતીય અને વિદેશી એમ બંને જણને કોઈપણ પ્રતિબંધ વિના રહેવા માટેની જોગવાઈ કરી હતી.
માર્ચ 1911 માં ગેટવે ઓફ ઇન્ડિયા ની સ્થાપના થઈ હતી તે પહેલા 16 ડિસેમ્બર 1903 ના રોજ તાજ હોટલ ખોલવામાં આવી હતી.,21,000,000 ના રૂપિયે તાજ હોટલ બનાવવામાં આવી હતી..19 મેં 1904 ના રોજ જામશેદજી મૃત્યુ પામ્યા હતા..
મુંબઈની તાજ હોટલ સમગ્ર વર્લ્ડમાં ખૂબ જ ફેમસ છે.. તાજ હોટલ રીચ હોટલ માની એક હોટલ છે.. અહીં વિદેશથી પણ લોકો રહેવા માટે આવે છે.તે જમશેદજીનું વ્યક્તિત્વ હતું કે તેમણે અપમાનને મહત્વાકાંક્ષી સ્વપ્નમાં ફેરવી દીધું અને તાજમહેલ હોટલનું સ્વપ્ન જોયું કે દરેકને કોઈપણ ભેદભાવ વિના પ્રવેશ આપવામાં આવશે.
મુંબઈની આ પહેલી ઇમારત હતી જેમાં ઇલેક્ટ્રિસિટી હતી. તેમજ રૂમને ઠંડું રાખવા માટે એર કન્ડિશનર પણ હતા. ઉપરાંત નાહવા માટે બાથટબ તેમજ પંખો તેમજ લિફ્ટની પણ સુવિધાઓ હતી..તેમજ જમવા માટેની રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે..વાસ્તવમાં જમશેદજી ઇચ્છતા હતા કે આ હોટેલ એવી જગ્યા બને કે જ્યાં લોકો આવે અને તેમનું સામાન્ય જીવન ભૂલી જાય.
ઐતિહાસિક ઘટનાઓ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મુંબઈની ઐતિહાસિક તાજ હોટલને 600 બેડની હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી.
બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને જૂન 1948માં આ હોટેલમાં તેમનું વિદાય ભાષણ આપ્યું હતું. વિશ્વયુદ્ધ સિવાય તાજ પર 2008માં પણ ભયંકર આતંકવાદી હુમલો થયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં તાજ હોટલનો એક રૂમ 6 રૂપિયામાં મળતો હતો. તાજમાં એક કપ ચાની કિંમત પણ 500-600 રૂપિયા છે.