ધર્મ નફરત કરતા શીખવાડતું નથી. આ વાક્ય નું સાર્થક કરી રહ્યા છે ઉત્તર પ્રદેશ ના અંતર્ગત મુઝ્ઝફરનગર જીલ્લા ના લોકો. શહેર થી એક કિલોમીટર દુર એક હિંદુ મંદિર છે. દુનિયા ના બધા મંદિર આપણા અલોંકિક અથવા કલાકૃતિ માટે જાણવામાં આવે છે,
પરંતુ મુઝ્ઝફર નગર ના આ મંદિર એની અનુઠી સંસ્કૃતિ માટે જાણવામાં આવે છે,જે ભૂમિ પર હિંદુ-મુસ્લિમ દંગો ની રોટલી હાલ માં નકારાય ગઈ છે,એ ભૂમિ પર મંદિર ની આરતી મુસ્લિમ પરિવાર ના લોકો દ્વારા કરવામાં આવે છે.
અહિયાં બધા સંસ્કાર વાળા કામ મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવે છે. આ મંદિર ૧૯૭૦ ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૦ સુધી હિંદુ આ મંદિર નું ધ્યાન રાખતા હતા. પરંતુ બાબરી વિવાદ પછી બધું બદલી ગયું.
એવું કહેવાય છે કે પુરા ઉત્તર પ્રદેશ માં દંગા પછી અહિયાં સૌથી વધારે દંગા થયા એટલા માટે અહિયાં રહેવા વાળા હિંદુ પરિવારો એ વિસ્તાર છોડી દીધો. ત્યારથી મુસ્લિમ પરિવાર આ મંદિર નું ધ્યાન રાખ છે. પાછળ ના ૨૬ વર્ષો થી મુસ્લિમ પરિવાર ના લોકો આ મંદિર ની રક્ષા કરી રહ્યા છે.
વિસ્તાર માં રહેવા વાળા લોકો આ બધું કામ કરે છે. દરરોજ આ મંદિર ને સાફ કરે છે અને દર વર્ષે દિવાળી પર કલર કરવામાં આવે છે એટલું જ નહિ ગુંડાઓ એ આ મંદિર પર ઘણી વખત કબજો કરવાનો ફેસલો કર્યો છે પરંતુ વિસ્તાર માં રહેવા વાળા મુસ્લિમ પરિવારો એ બચાવી લીધું છે.
આ વિસ્તાર માં લગભગ ૩૫ મુસ્લિમ પરિવાર રહે છે.તે કહે છે કે બાબરી ના મામલા પહેલા અમારી દોસ્તી સારી હતી.દંગા પછી હાલત બદલી ગઈ. પરિવારો ને કહેવું છે કે આ જગ્યા ને છોડવા વાળા હિંદુ નિશ્ચિત રૂપ થી એક દિવસ ફરીથી પાછા આવશે.
લોકો નું કહેવું છે કે મુઝ્ઝફર નગર માં સાંપ્રદાયિક દંગા થયા હતા,પછી અમે આ તીર્થ નું ધ્યાન રાખ્યું કે મંદિર નું કોઈ નિશાન ન હતું. તમને જાણીને હેરાની થશે કે આ મુઝ્ઝફરનગર ના જ નનહેદા ગામ માં ૫૯ વર્ષ ના હિંદુ રાજમિસ્ત્રી એક ૧૨૦ વર્ષ જૂની મસ્જીદ ની દેખ-રેખ કરે છે.