કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર લોકો માટે વધુ ઘાતક બની છે. આ લહેરમાં નાના બાળકોથી માંડીને સગર્ભા મહિલાઓ, નાના મોટા સો તેના ઝપેટમાં આવી રહ્યા છે. બીજી બાજુ લોકોને કોરોના થતાં ઘરગથ્થુ ઉપાયો કરતા હોય છે, જે સારી વાત છે.
પરંતુ ઘણી વખત વધુ પડતી વસ્તુઓનું સેવન શરીરને હાનિ પહોંચાડતું હોય છે અને તેની સજા ભોગવવી પડે છે. હાલ કોરોના વાયરસમાં લોકો મિથિલીન બ્લૂ નામની દવાનો ભરપૂર ઉપયોગ કરે છે. આ દવાને લઈને અનેક નિવેદનો સામે આવ્યા છે, જેમાં વિવાદ પણ થયા છે.
ત્યારે આજે રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં એક ચેતવણીરૂપ ગણી શકાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં એક દર્દીએ તબીબી સલાહ વગર મિથિલીન બ્લૂ નામની દવાનો ઉપયોગ કર્યો હતો, જેના કારમે હાલ દર્દીની હાલત ગંભીર બની છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં એક વ્યક્તિએ ડોક્ટરોની સલાહ લીધા વગર મિથિલીન બ્લૂ નામની દવાનું સેવન કર્યું હતું. જે શરીરને અનુકૂળ ન આવતા દર્દીની હાલત ગંભીર બની છે.
જાણવા મળી રહ્યું છે કે ત્રણ લોકોએ મિથિલીનની આખી બોટલ પીધી છે. મિથિલિન બ્લૂની બોટલ પી જતા ત્રણ વ્યક્તિઓ ગંભીર બન્યા છે. હાલ હોસ્પિટલમાં ત્રણેય દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘાતક બની છે.
ત્યારે મૂળ ભારતના પંજાબના વતની અને ગત વર્ષે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના સર્વેલન્સ મેડીકલ ઓફ્સિર રહી ચૂકેલા ડો.ગોર્ડન નોરાન્હાને ગુજરાત સરકારે રાજકોટમાં ત્રણ માસ કોરોના દર્દીઓ પર ઓબ્ઝર્વેશન માટે નિયુક્ત કર્યા છે.
જેમણે કહ્યું કે લોકો હાલ કોરોના ન થાય તે માટે મીથેલીન બ્લુ લઇ રહ્યા છે જે અંધવિશ્વાસથી વધુ કઈ નથી. લેબમાં વપરાતા આ કેમિકલથી યુરીન બ્લુ અથવા ગ્રીન આવે છે. જેનાથી દર્દીને ઉલ્ટી, કળતર સહીતના લક્ષણો જોવા મળે છે.
લાંબા ગાળે આડઅસરની સંભાવના છે. સર્વેલન્સ મેડીકલ ઓફ્સિર છેલ્લા 10 દિવસથી રાજકોટમાં કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં દરરોજના 300 જેટલા કોરોના દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે કોરોનાની પહેલી લહેરમાં દર્દીના શરીરમાં AC ટુ રીસેપ્ટર હતો જયારે આ વખતે બીજી લહેરમાં નવો રીસેપ્ટર CD 147 આવ્યો છે. જે ફેંફસામાં વધુ ફેલાતા તાવ અને ન્યુમોનિયા વધુ દિવસો રહે છે. તેઓ વધુમાં કહે છે કે, કોરોનાના માઈલ્ડ દર્દીઓને હોમ અઈસોલેટ તો મોડરેટ, સિવિયર અને ક્રિટીકલ પેશન્ટને હોસ્પિટલમાં સારવારની સલાહ આપવામાં આવે છે.
કોરોનાની પહેલી લહેરમાં વાયરસ લોડ ઓછો હોવાથી તાવ સહીતના લક્ષણો ઓછા દિવસો રહેતા જયારે આ વખતે તાવ વધુ દિવસો રહેતો હોવાથી ઓક્સિજન ઘટવું સહીતની સમસ્યા સર્જાઈ છે. બ્લડ સેલ્સ, WBCમાં કલોટ ફેર્મ હાઈ હોય અને હાઈપોકસીયાને લીધે દર્દીઓનું ઓક્સિજન ઓછું થઇ જાય છે.
90 થી ઓછું ઓક્સિજન હોય તો દર મિનીટે 4 લીટર ઓક્સિજન આપવું પડે છે. સાથે જ દર્દીને પેવીફેરાવિર અને રેમડેસીવિર આપવાનું શરુ કરાય છે. કોરોના બાદ મ્યુકરમાઈસિસ અંગે તેમણે કહ્યું કે ડાયાબીટીશ વધુ હોય તેવા લોકોમાં પણ ભાગ્યે જ આ ફ્ંગલ ઇન્ફેક્શન રોગ થાય છે.
મારા 10 દિવસના ઓબ્ઝર્વેશનમાં આ પ્રકારનો એક કેસ મંગળવારે કેન્સર કોવિડ હોસ્પિટલમાં જોવા મળ્યો. જે પુરુષ દર્દીને સિવીલ હોસ્પિટલમાં રીફર કરાયો છે. જોકે આ પ્રકારના કિસ્સા રાજકોટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.