હિંદુ ધર્મ માં દરેક વાર અને તહેવાર નું ખુબજ મહત્વ હોય છે. અને આપણા શાસ્ત્રો માં દેવતાઓ નોઈ સાથે સાથે પશુઓ અને જીવજંતુ ની પણ પૂજા થાય છે. જેમકે સાપ ને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને તેને પૂજનીય માનવામાં આવે છે. તેના માટે નાગ પાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે આ દિવસ નાગદેવતા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે.
નાગદેવતાના આ ખાસ દિવસે માન્યતા અનુસાર કેટલાક એવા કાર્યો ચી કે જે ક્યારેય ના કરવા જોઈએ જો આવું કરવામાં આવે તો તેનાથી આપણને નુકશાન થઇ શકે છે. ચાલો જાણીએ ક્યાં એવા કાર્યો છે જે આ દિવસે ના કરવા જોઈએ.
૧. એવું કહેવામાં આવે છે કે નાગ પાચમના દિવસે ચૂલ્હા પર લોખંડની કડાહી કે તવો ના રાખવું જોઈએ. કારણ કે આ દિવસે નાગદેવતા ભૂમિ પર ફરે છે અને તેથી જ આ દિવસે ભૂમિની ખોદવી ના જોઈએ અને હળ પણ ના ચલાવવું જોઈએ. ચલાવવું .
૨. આ દિવસે કપડા સીવવા કે કઈક કાપવું પણ નહી જોઈએ. માન્યતા અનુસાર નાગ પાંચમના દિવસે કપડા ના સીવવ જોઈએ અને કઈ પણ કાપવું ના જોઈએ.
૩. શાસ્ત્રો માં જણાવ્યા મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે. આ સ્પન્દન દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરણ અપવિત્ર થાય છે. નાગ પાંચમ પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે.