નાગ પંચમીના દિવસે આ મંત્રોનો જાપ માનવામાં આવે છે સૌથી ઉત્તમ, થાય છે દરેક ઈચ્છા પૂરી

ભગવાન શિવના પ્રિય મહિનો શ્રાવણમાં નાગપંચમીનુ મહત્વ પુરાણોમાં બતાવ્યુ છે. નાગપંચમી શુક્લ પક્ષમાં આવે છે. શિવ ભક્તો માટે આ દિવસ ખૂબ ખાસ હોય છે. નાગ પંચમીના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે. તેમજ તેમને દૂધ પણ પીવડાવે છે.

માન્યતા છે કે શ્રાવણના મહિનાના નાગની પૂજા કરવા, નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગ દેવતાની પૂજા કરવાથી નાગદંશનો ભય નથી રહેતો. નાગ દેવતાને પૂજા દરમિયાન કેટલાક વિશેષ મંત્રોનો જ જાપ કરવો જોઈએ. જે પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે. નાગ પંચમી પર નાગ પૂજન દરમિયાન આ મંત્રોનો કરો જાપ

ૐ ભુજંગેશાય વિઘ્મહે,

સર્પરાજાય ધીમહિ,

તન્નો નાગ પ્રચોદયાત

અનંત વાસુકી શેષ પદ્મનાભં ચ મંગજમ

શંખપાલં ધતરાષ્ટ્રકંચ તક્ષક કાલિયં તથા

એતાની નવ નામાનિ નાગાન ચ મહત્મના

સાયંકાલે પઠે નિત્યં પ્રાત:કાલે વિશેષત:

તસ્ય વિષભય નાસ્તિ સર્વત્ર વિજયી ભવેતુ

સર્વ નાગા: પ્રોયંતાં મે યે કેચિતુ પૃથ્વીતલે

યે ચ હેલિમરીચિસ્થા યે ન્તરે દિવી સંસ્થિતા

યે નદીષુ મહાનામા યે સરસ્વતિગામિન:

યે ચ વાપીતડામેષૂ તેષુ સર્વેષુ તે નમ:

નાગ પચમ ના દિવસે નાગ દેવતાની પૂજા આ મંત્ર દ્વારા કરવાથી ખુબજ ફાયદો થાય છે તેમજ નાગ દેવતા પ્રસન્ન થઇ જાય છે. તેથી ઉપર જણાવેલ મંત્ર નો જાપ પૂજા દરમિયાન જરૂર કરવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer