ચોવીસખંભા દ્વાર પર સ્થિત મહાલયા અને મહામાયા ને નગરની રક્ષક માનવામાં આવે છે. દેવી જગદંબા એમના ભક્તો ને માત્ર સુખ-સમૃદ્ધી નો ખ્યાલ જ નહિ રાખતી પરંતુ એમના ભક્તો ને ભયહીન કરી એની સુરક્ષાથી પણ વધારે રાખે છે. તેથી ભારતવર્ષ માં ઘણી જગ્યા પર માતા નગરપ્રવેશ ની પહેલા અથવા નગર ના પ્રવેશદ્વાર પર વિરાજમાન છે. એવી માન્યતા છે કે નગર ના પ્રવેશ દ્વાર પર માતા ને સ્થાપિત થવાથી નગર માં કોઈ આપત્તિ પ્રવેશ નથી કરતી. અને નગર પ્રવેશ ની પહેલા જ માતા ખરાબ શક્તિઓ થી મુકાબલો કરી એને પાછા વળવા માટે મજબુર કરી દે છે.
નગર ની રક્ષા કરવા વાળું આવું જ એક મંદિર ઉજ્જૈન શહેર માં છે, જેને ક્યારેય શહેર અને મહાકાલ વન નો પ્રવેશ દ્વાર કહેવામાં આવતો હતો. પ્રવેશ દ્વાર આજે પણ કહેવામાં આવે છે, પરંતુ હવે આ શહેર ની વચ્ચે સ્થિત છે. પ્રાચીન સમય થી આજ સુધી અવંતીકાપુરી ની રક્ષા કરવા વાળું આ મંદિર નું નામ છે ચોવીસખંભા માતા મંદિર.
માન્યતા છે કે શહેર એક સમયે વિશાળ દુર્ગ માં વસેલું હતું, જે ચારેય બાજુ પરકોટા થી ઘેરાયેલું હતું. એ સમયે દુર્ગ નો પ્રવેશદ્વાર અહિયાં હતો અને શહેર ની રક્ષા બંને દેવીઓ આ દ્વાર પર વિરાજમાન થઈને કરતી હતી, જે પૌરાણિક કાળ થી રિયાસતકાળ અને આધુનિક યુગ માં પણ અનવરત ચાલુ છે.
દેવી નું આ મંદિર હજારો વર્ષ પહેલા એક દ્વાર ની બંને બાજુ બનેલું છે. દ્વાર ની બંને બાજુ દેવીઓ બે સ્વરૂપો માં વિરાજમાન છે જેને ‘મહામાયા’ અને ‘મહાલાયા’ કહેવામાં આવે છે. સ્કંદપુરાણ માં વર્ણિત ચોવીસ માતૃકાઓ ની સ્થિતિ મહાકાલ વન માં કહેવામાં આવી છે. ચોવીસ માતૃકાઓ માં સર્વપ્રથમ મહામાયા છે.
આ મંદિર ના સંબંધ માં એક દંતકથા છે કે અહિયાં પર બત્રીસ પૂતળીઓ નો પણ વસવાટ છે.પ્રાચીન સમય માં આ પૂતળીઓ અત્યંત શક્તિશાળી હતી અને એ સમયે નગર માં દરરોજ એક રાજા બનતો હતો. એ રાજા ને આ પૂતળીઓ પ્રશ્ન પૂછતી હતી. એ પૂતળીઓ ના પ્રશ્ન થી રાજા એટલો ગભરાઈ જતો હતો કે ભય થી એ રાજા નું મૃત્યુ થઇ ગયું હતું.
એવા માં જયારે રાજા વિક્રમાદિત્ય નો નંબર આવ્યો તો નવરાત્ર ની અષ્ટમી તિથી ને નગરપૂજા નું આયોજન કર્યું. નનગરપૂજા માં રાજા ને વરદાન મળ્યું કે ‘બત્રીસ પૂતળીઓ જયારે તમને સવાલ પૂછશે તો તમે બધા સવાલો ના સાચા જવાબ આપી શકશો.’ રાજા વિક્રમાદિત્ય રાજા બનતા જ પૂતળીઓ ના બધા જવાબ આપી દીધા. ત્યારે બત્રીસ પૂતળીઓ એ રાજા ને વરદાન આપ્યું કે ‘રાજા જયારે તું ન્યાય આપશે, ત્યારે તારા ન્યાય ને ડગવા નહિ દઈએ.