ખાલી નાગ પાંચમ પર જ ખુલ્લે છે નાગચંદ્રેશ્વર મંદિર ના દ્વાર

નાગ પાંચમી નો તહેવાર ખુબ જ ખુશીઓથી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. દેશના મધ્યપ્રદેશમાં એક એવું મંદિર છે જે ખાલી નાગ પાંચમના અવસર પર જ ખુલે છે. હિંદુ ધર્મમાં સદીઓથી નાગની પૂજા કરવાની પરંપરા છે. ભારતમાં નાગોના અનેક મંદિર છે, એમાંથી એક મંદિર છે ઉજ્જેન સ્થિત નાગચંદ્રેશ્વરનું, જે મહાકાલની નગરી ઉજ્જેનમાં સ્થિત છે. એની ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં એક દિવસ નાગપંચમી પર જ દર્શનો માટે ખોલવામાં આવે છે અહી એવી માન્યતા છે કે નાગરાજ તક્ષક સ્વયં મંદિરમાં રહે છે.

દસમુખી સર્પ શય્યા પર વિરાજમાન છે ભોલે ભંડારી :

નાગ ચંદ્રેશ્વર મંદિરમાં 11 મિ શતાબ્દીની એક અદભૂત પ્રતિમા છે, એમાં ફેણ ફેલાવતા નાગના આસન પર શિવ-પાર્વતી બેઠા છે. કહેવાય છે કે આ પ્રતિમા નેપાળથી અહિયાં લેવામાં આવી છે. ઉજ્જેનને છોડીને દુનીયામાં ક્યાંય પણ આવી પ્રતિમા નથી. પૂરી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે, જેમાં વિષ્ણુ ભગવાનની જગ્યા ભગવાન ભોળેનાથ સર્પ શય્યાપર વિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિમાં શિવજી, ગણેશજી, અને માં પાર્વતીની સાથે દસમુખી સર્પ શય્યાપર વિરાજિત છે. શિવશંભુના ગળે અને ભુજાઓમાં ભુજંગ વીંટળાયેલા છે.

શું છે પોરાણિક માન્યતા?

સર્પરાજ તક્ષકે શિવ શંકરને માનાવા માટે ઘોર તપસ્યા કરી હતી. તપસ્યાથી ભોળાનાથ પ્રસન્ન થયા અને એને સર્પોના રાજા તક્ષક નાગને અમૃતનું વરદાન આપ્યું, માન્યતા છે કે એના પછીથી તક્ષક રાજાએ પ્રભુના સાનિધ્યમાં જ રહેવાનું શરૂ કરી દીધું. પણ મહાકાલ વનમાં વાસ કરવાની પહેલા એની તે જ ઈચ્છા હતી કે એના એકાંતમાં વિધ્ન ના થાય આગળના વર્ષોથી આ પ્રથા છે કે માત્ર નાગપંચમીના દિવસે જ તે દર્શન માટે ઉપલબ્ધ હોય છે.

શેષ સમયે એના સમ્માનમાં પરંપરાના અનુસાર મંદિર બંધ રહે છે. આ મંદિરમાં દર્શન કર્યા પછી વ્યકિત કોઈ પણ પ્રકારના સર્પદોષથી મુક્ત થઇ જાય છે. એટલા માટે જ નાગપંચમીના દિવસે ખોલાતું આ મંદિરની બહાર ભક્તોની મોટી લાઈન લાગી રહે છે.

બે લાખથી વધારે ભક્ત કરે છે નાગદેવતાના દર્શન:

આ મંદિર ઘણું પ્રાચીન છે માનવામાં આવે છે કે પરમાર રાજા ભોજએ ૧૦૫૦ની આસ પાસ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેના પછી સિંધિયા ઘરાનેના મહારાજ રાણોજી સિંધિયા એ ૧૭૩૨માં મહાકાલ મંદિરનું જીણોદ્વાર કરાવ્યું હતું. એ સમયે આ મંદિરનું પણ જીર્ણોદ્વાર થયું હતું બધાની એ મનોકામના રહે છે કે નાગરાજ પર વિરાજે શિવશંભુની એને એક જલક મળી જાય. લગભગ ૨ લાખથી વધારે ભક્ત એક જ દિવસમાં નાગ દેવના દર્શન કરે છે.

નાગપંચમી પર વર્ષમાં એક વાર થતા ભગવાન :

નાગચંદ્રેશ્વરના દર્શન માટે એક દિવસ પહેલા જ રાતે 12 વાગે મંદિરના પટ ખોલી નાખવામાં આવે છે. બીજા દિવસે નાગપંચમીની રાતે 12 વાગે મંદિર ફરી આરતી થાય છે અને મંદિરના પટ ફરીથી બંધ કરવામાં આવે છે. નાગચંદ્રેશ્વર મંદિરની પૂજા અને વ્યવસ્થા મહા નિર્વાણી અખાડાના સંન્યાસીઓ દ્વારા કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer