નાજર દોષ ના કારને મનુષ્યના જીવન માં અચાનક અનેક પ્રકારની સમસ્યા આવવા લાગે છે. બધા ક્ષેત્રોમાં નિરાશા જ મળે છે. એવું કહેવાય છે કે તમારી પ્રગતિથી તમારી આસપાસના લોકોને ઈર્ષા થાય તો ખરાબ નજરના કારણે વ્યક્તિની સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જામાં ફેરવાય જાય છે.
તેથી લોકો ખરાબ નજરને દુર કરવા કેટલાય ઉપાય કરે છે. આવો જાણીએ નજર દોષ દુર કરવાના કેટલાક ઉપાય. બાળકોની નજર ઉતારવાના ઉપાય. જો કોઈ બાળકને નજર લાગી જાય તો તે અચાનક રડવું શરુ કરી દે છે. અને ખાવાનું અથવા દુધ પીવાનું છોડી દે છે.
તેના માટે બે સુકાઈ ગયેલા લાલ મરચા, થોડું સિંધવ મીઠું, અને થોડા સરસવના દાણા લો. ત્યાર બાદ તેને બાળકની ઉપરથી નીચે સુધી ફેરવો ત્યાર બાદ તે બધું બળી નાખો. બળેલા પર જયારે ધુમાડો થવા લાગે છે ત્યારે થોડી જ વારમાં ખરાબ નજરની અસર પૂરી થઇ જાય છે.
એક રૂની વાટ લો અને તેને સરસવના તેલમાં ડુબળી દો ત્યાર બાદ તે વાટને બાળકની ઉપરથી નીચે સુધી ત્રણવાર ફેરવો અને તેને ટોક્યા વગર બાળી નાખો. જયારે તે વાટ પૂર્ણ બળી જશે ત્યારે બાળક પરથી ખરાબ નજરની અસર પણ પૂરી થઇ જશે.
ધંધા પર લાગેલી ખરાબ નજર ઉતારવાનો ઉપાય. જો તમારા ધંધાને નજર લાગી જાય છે તો તમે શનિવારે તો એક લીલા લીંબુને પોતાની ઓફીસની ચારે દીવાલોમાં સ્પર્શ કરાવો ત્યાર બાદ તે લીંબુના ચાર ટુકડા કરી ચારે દિશામાં ફેકી દો. તેનાથી તમારા ધંધાને લાગેલી ખરાબ નજર જલ્દી જ ઉતરી જશે.
જો તમારા ધંધાને નજર લાગી જાય છે તો તમે લોખંડના ચાર ખીલા લઈ તમારા ધંધાના સ્થળમાં ચારે બાજુ લગાવી દો તેથી તમાર ધંધાને લાગેલી ખરાબ નજર જલ્દી જ ઉતરી જશે. ઘર ને લાગેલી ખરાબ નજર ઉતારવાના ઉપાય.
જો તમારા ઘરને કોઈ ખરાબ નજર લાગી ગઈ છે તો શુક્રવાર ના દિવસે આસોપાલવ નો હાર બનાવી તમાર ઘર ના મુખ્ય દ્વાર પર લગાવી દો આવું કરવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.
તેમજ ખરાબ નજર નો દોષ પૂરો થઈ જાય છે. શનીવારના દિવસે કળા ધોડાની નાળને સરસવના તેલ માં પલાળીને શનિદેવ ના મંત્રો નું ઉચ્ચારણ કરીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને ખરાબ નજર દુર થઈ જાય છે.