સ્થાયી નોકરી મેળવવા નાળિયેર કરશે મદદ, આ ટોટકાનો નથી કોઈ તોડ

હિંદૂ ધર્મમાં નાળિયેરનું ખૂબ મહત્વ હોય છે. દરેક પૂજામાં તેનો ઉપયોગ થાય છે અને મંદિરમાં પણ લોકો નાળિયેર વધારતાં હોય છે. લોકો ભગવાનને નાળિયેર ચઢાવવાની માનતા પણ લેતા હોય છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. નાળિયેર પવિત્ર હોવાની સાથે ઔષધિય ગુણ પણ ધરાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં નાળિયેરનો ઉપયોગ કેટલાક ટોટકા માટે પણ કરવામાં આવે છે.

દુશ્મનને માત દેવા માટે
જો શત્રુઓ કામ પાર પાડવા ન દેતા હોય તો એક નાળિયેર લેવું તેને લાલ કપડામાં બાંધી તેને જળમાં પ્રવાહિત કરી દેવું. જ્યારે નાળિયેર પાણીમાં પધરાવો ત્યારે સાત વખત શત્રુનું નામ લેવું.

 

વેપારમાં લાભ માટે
જો વેપારમાં નુકસાન થતું હોય તો ગુરુવારના દિવસે એક નાળિયેર લેવું તેને સવા મીટરના પીળા રંગના કપડામાં બાંધવું. તેની સાથે એક જનોઈ અને કોઈપણ પીળી મીઠાઈ વિષ્ણુ મંદિરમાં ધરાવવું. તુરંત લાભ થશે.

બીમારી દૂર કરવા
એક પાણીવાળું નાળિયેર લેવું અને તેને બીમાર વ્યક્તિના માથા પરથી સાત વખત ઉતારી કોઈ દેવસ્થાનમાં રાખી દેવું. આ ઉપાય મંગળવાર અથવા શનિવારે કરવો. આ ઉપાય પાંચ સપ્તાહ સુધી કરવો.

આર્થિક સમસ્યાઓ દૂર કરવા
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં એક જટાવાળું નાળિયેર, ગુલાબ, સવા મીટર ગુલાબી અને સવા મીટર સફેદ કપડું, ચમેલીના ફૂલ અથવા તેલ, સફેદ મીઠાઈ માતાને અર્પણ કરવી. સામગ્રી ધરાવી લક્ષ્મીજીની કપૂરથી આરતી કરવી અને શ્રીકનકધારા સ્તોત્રનો જાપ કરવો. દર શુક્રવારે આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.

સ્થાયી નોકરી માટે
એક નાળિયેર લેવું તેના છોલને ઉતારી તેને બાળી અને રાખ તૈયાર કરવી. આ રાખમાં નાળિયેર ફોડી તેનું પાણી ઉમેરી લુગદી બનાવવી. આ લુગદીના સાત ભાગ કરવા અને તેને એક-એક પડીકામાં બાંધી દેવી. સાતમાંથી ચારને ઘરના ચાર ખૂણામાં રાખવી અને એક ઘરની અગાસી પર રાખી દેવી. એક પડીકીને પીપળા નીચે અને એકને પોતાની સાથે ખિસ્સામાં રાખવી. ખાસ ધ્યાન રાખવું કે તેના પર કોઈને પડછાયો ન પડે. સાત દિવસ પછી બધી જ પડીકી એકઠી કરી લેવી અને કોઈપણ એકને જ્યાં તમે સ્થાયી નોકરી કરવા ઈચ્છતા હોય ત્યાં રાખી દેવી. બાકીની પડીકીને પાણીમાં પધરાવી દેવી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer