ગુજરાતના રાજકારણમાં પાટીદારોને લઈને ગરમાવો આવી ગયો છે. આજે સાંજે મળનાર બેઠકમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ બેઠક પહેલા ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના સંકેતો આપી દીધા છે.
ત્યાર બાદ અનેક નેતાઓ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે જેમાં ખાસ કરીને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે.તેમને જણાવ્યું કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો એ સારી બાબત છે. તેઓ રાજકારણમાં આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસ તેમને આવકારે છે .
સારા વ્યક્તિઓનું રાજકારણમાં સ્વાગત છે અને હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને રાજનીતિમાં જોડાવા માટે અપિલ કરી છે. નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજકારણ માં જોડાવા માટે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે.
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તો ક્યાં પક્ષમાં જોડાય એ સવાલ બહું સ્વાભાવિક છે પરંતુ નરેશ પટેલ ક્યાં પક્ષ માં જોડાશે તેના પર બધા વિચાર કરી રહ્યા છે.જો કે નરેશ પટેલનું નિવેદન આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તેમનો સમાવેશ કરવા માટે તૈયાર થઇ ગયાં.