ખોડલધામના અગ્રણી નરેશ પટેલે ફરી રાજકીય ગાન ગાયા છે.જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવું નિવેદન આપીને નરેશ પટેલે રાજ્યભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
જો કે આ પ્રથમ વખત નથી અગાઉ વર્ષ 2017થી નરેશ પટેલ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાની સ્પષ્ટ ના પાડી હતી.તમામ રાજકીય પક્ષો સાથે તેઓ મુલાકાત કરે છે આવી રીતના પોતાનું પ્રભુત્વ વધારતા જોવા મળી રહ્યા છે.
નરેશ પટેલે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ખોડલધામના નિર્માણ માટે અનેક નાની મોટી મુશ્કેલીઓનો આવી હતી.સમાજને એકત્ર કરવા માટે અને સમાજના વિકાસ માટે કોઈ પણ હદે જવા તૈયાર છું. હવે જો સમાજ રાજકારણમાં પ્રવેશવાનું કહેશે તો રાજકારણમાં પણ એન્ટ્રી કરીશ.
નરેશ પટેલ અગાઉ એવું પણ કહી ચૂક્યા છે કે તેઓ ક્યારેય ચૂંટણી નહિ લડે.આજે પોતાના નિવેદન દરમિયાન નરેશ પટેલે કહ્યુ હતું કે રાજકારણમાં પ્રવેશ કરવો એટલે એવું નથી કે ચૂંટણીમાં ઊભા રેવું.સમાજના વિકાસ માટે રાજકારણમાં પ્રવેશ કરી શકાય છે.એમાં કંઈ ખોટું નથી.
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તો ક્યાં પક્ષમાં જોડાય એ સવાલ બહું સ્વાભાવિક છે પરંતુ નરેશ પટેલ ક્યાં પક્ષ માં જોડાશે તેના પર બધા વિચાર કરી રહ્યા છે.જો કે નરેશ પટેલનું નિવેદન આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તેમનો સમાવેશ કરવા માટે તૈયાર થઇ ગયાં.