શિવજીના ચમત્કારો તો દરેક લોકો જાણે જ છે, તેમની એવી જ મહિમા નર્મદા નદીમાં જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ નદીમાંથી શિવલિંગ નીકળે છે. તેની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો જાણીએ તેનું રહસ્ય.
-પ્રાચીન ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદીમાં આપમેળે જ શિવલીંગની ઉત્પત્તિ થાય છે. તે પથ્થરની હોય છે, એજ શિવલીંગની પૂજા નદીના કિનારે આવેલ મંદિરમાં થાય છે.
-નર્મદા નદીના કિનારે બનેલા શિવજીના આ મંદિરનું નામ નર્મદેશ્વર મહાદેવ છે, એવું જાણવામાં આવે છે કે આ નદીમાં મળી આવતા પથ્થર શિવજીનું સ્વરૂપ હોય છે.
-ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા દેવીને શિવજીની પુત્રી જણાવામાં આવે છે, તેથી કહેવાય છે કે નદીમાંથી મળતા દરેક પથ્થરોમાં શિવજી નો વાસ છે.
-આમતો દરેક મહીને શિવલીંગની પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં અહી ખુબજ ભીડ રહે છે. અહી રુદ્ર અભિષેક તેમજ અન્ય અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે.
-નર્મદામાં મળી આવતા આ શિવલીંગણી એક ખાસિયત છે. અહી મૂર્તિ સ્થાપના માટે પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી પડતી. કારણકે આ શિવલીંગની ઉત્પતિ
-એવું માનવામાં આવે છે કે નર્મદેશ્વરમાં શિવની આરાધના કરવાથી વ્યક્તિને મૃત્યુનો ભય નથી રહેતો. અને વ્યક્તિના જીવનમાં આવનારી દરેક સમસ્યા દુર થઇ જાય છે.
-કહેવાય છે કે ભક્તને જેટલું પુણ્ય નર્મદા નદીમાં ડૂબકી લગાવાથી મળે છે, એટલું જ પુણ્ય નર્મદેશ્વરના દર્શન કરવાથી મળે છે.
-માન્યતા છે કે આ શિવલીંગના દર્શન કરવાથી અને અભિષેક કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ સુખ શાંતિ પણ મળે છે.
-આ શિવલીંગના દર્શન કરવાથી વ્યક્તિને ગ્રહ દોષોથી છુટકારો મેળવે છે, કહેવામાં આવે છે કે અહી એક લોટો જળ ચડવાથી વ્યક્તિના દરેક કષ્ટો દુર થઇ જાય છે.
-ઘણા લોકો નર્મદા નદીમાંથી મળી આવતા આ શિવલીંગ રૂપી પથ્થરો લઇ જઈને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. તેને સ્થાપિત કરતી વખતે શિવજીનું મુખ ઉત્તર દિશમાં રાખવું જોઈએ.