જાણો કેવી રીતે થયો હતો માં નર્મદા નદીનો જન્મ.

એક વાર ભોલાનાથ પોતાની ઘોર તપસ્યામાં વ્યસ્ત હતા, તેમનું શરીર ખુબજ ગ્રીષ્મ થઇ ચુક્યું હતું. એ જ ગ્રીષ્મતા થી તેને પરસેવો થવા લાગ્યો. અને એ પરસેવાથી એક નદી ઉત્પન્ન થઇ આ નદી એક ખુબજ સુંદર પ્રાકૃતિક સૌન્દર્યનું પ્રતિક હતી. તેની સુંદરતાથી શિવ પાર્વતી બંને ખુબજ પ્રસન્ન થઇ ગયા. તેઓએ આ પ્રસન્નતા આપનાર નદીનું નામ રાખ્યું નર્મદા. નરમ નો અર્થ થાય છે ખુશી આપનારી અને દા નો અર્થ થાય પ્રદાન કરનારી. તેથી નર્મદા નો અર્થ થાય છે ખુશી આપનારી.

નર્મદા સાથે જોડાયેલ બીજી કથા:

એક અન્ય કથા અનુસાર શિવ શંકર એ મૈખલ પર્વત પર એક સુંદર કન્યાને અવતરિત કરી દેવી દેવતાઓ એ તેને રૂપવતી હોવાના કારણે તેને નર્મદા નામ આપ્યું.

કેવી રીતે આવી પૃથ્વી પર નર્મદા :

સ્કંદ પુરાણની કથા અનુસાર એક રાજા એ ૧૪૦૦૦ વર્ષ ની ઘોર તપસ્યા કરીને ભગવાન શિવે વરદાન માંગ્યું કે એ નર્મદા ને પૃથ્વી પર મોકલશે, શિવજી એ તેમની એ ઈચ્છા પૂર્ણ કરી અને નર્મદા નદી મગરમચ્છ પર વિરાજમાન થઇ ને ઉદયાચલ પર્વત પર ઉતરી અને પશ્ચિમ દિશામાં વહેવા લાગી.

નર્મદા  જેને રીવા પણ કહેવાય છે અને અગાઉ નેબરબુદ્દા તરીકે પણ ઓળખાય છે જે ગોદાવરી પછી મધ્ય ભારતની નદી છે, અને કૃષ્ણ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં તેના અનેક યોગદાન બદલ તેને “ગુજરાત અને મધ્યપ્રદેશની લાઈફ લાઇન” તરીકે પણ ઓળખાય છે. અનુપપુર જીલ્લા નજીક અમરકંતાક પટૌથી નર્મદા ઉગે છે. તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેની પરંપરાગત સરહદ બનાવે છે અને ભરૂચ શહેરના 30 કિ.મી. પશ્ચિમમાં અરબી સમુદ્રમાં ખંભાતની ખાડીમાંથી પસાર થતાં 1,312 કિલોમીટરની લંબાઈથી પશ્ચિમ તરફ વહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer