શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. આ વખતે ખાસ માતાની આરાધના માટે અનેરા અવસર મળી રહ્યા છે. નવરાત્રિ માતાજીના વારથી શરૂ થઈ રહી હોવાથી નવરાત્રિ વિશેષ ફળ દાયક છે. માં દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના તમામ પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા.
આઠમા નોરતે આવો જાણીએ માનું આવુ જ કલ્યાણકારી સ્વરુપ કહેવાતા મહાગૌરીની પ્રાગટ્ય ગાથા. મહાગૌરીને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ‘વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે.
નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ‘શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ ‘મહાગૌરી’ તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે.
આજના દિવસે માતાજીની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે તેમજ સાંજના સમયે આરતી કરવામાં આવતી હોય છે. અર્થાત્ અષ્ટવર્ષા ભવેદ ગૌરી તેમના આભૂષણો અને શણગાર આદિ શ્વેત છે. તેઓ ચતુર્ભુજ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ, નીચેના ડાબા હાથમા વરમુદ્રા ઉપરના જમણા હાથમાં અભયમુદ્રા નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે.
તેમનું વાહન વૃષભ છે. તેઓ સ્વભાવે અત્યંત શાંત સૌમ્ય નજરે પડે છે. નારદપાંચરાત્ર મા વર્ણન છે તે મુજબ પાર્વતી રૂપમાં કઠોર તપ કરીને શિવ ને પતિ તરીકે પામવાનો નિર્ધાર કર્યો. આઠમા નોરતે આ મહાગૌરીની પૂજા ઉપાસના કરવાનું શાસ્ત્રમાં વિધાન છે.
માંની ઉપાસના તુરંત ફળ આપનારી છે. માંની કૃપાથી ભકત મેલ રહિત થઈ ગૌર વર્ણ ધારણ કરે છે. પૂર્વસંચિત પાપ નાશ પામે છે. ઉપાસનાથી પાપ દુઃખ જેવા અનિષ્ટ દૂર થઈ જાય છે. પુરાણોમાં અગણિત મહિમા ગવાયો છે. ભકતોએ નિત્ય તેના ચરણોનું ધ્યાન ધરીને મા આદ્યશક્તિને શરણે જવુ જોઇએ.