જાણો નવરાત્રીમાં કેવી રીતે કરવી જોઈએ કળશની સ્થાપના અને તેના શુભ મૂહુર્તો

શાસ્ત્રો અનુસાર નવરાત્રીના પહેલા દિવસે શુભ મુહુર્તમાં કળશ સ્થાપન કરીને નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પુજા પછી વિધિ-વિધાન દ્વારા માતાની પૂજા કરવી જોઇએ. એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી નવરાત્રીમાં દેવી પૂજન સફળ અને ફળદાયી થાય છે. કળશની સ્થાપનાથી આપનુ આવનારૂ વર્ષ કેવુ રહેવાનુ છે તેની પણ ખબર પડે છે.

નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખુબજ મહત્વનો છે. આ તહેવાર દેશના ખુણે ખુણે મનાવવામાં આવે છે. આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરી માંની આરાધના કરે છે. નવરાત્રિના નવ દિવસમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપન એટલેકે કુંભ પધરાવવામાં આવે છે.

નવરાત્રી ની શુભ શરૂઆત ૨૯ સપ્ટેમ્બર થી થઇ રહી છે ત્યારે આ વર્ષે કળશ સ્થાપન કરવાનુ શુભ મુહુર્ત સવારે 6:16 મીનિટથી લઈને 7 કલાક 40 મીનિટ પર છે. જો તમે ત્યારે નથી કરી શકતા તો તમારે બપોર સુધી રાહ જોવી પડશે. બપોરના સમયના અભિજીત મુહુર્ત 11:48 થી લઇને 12:35 સુધી હોય છે. આ દરમિયાન નવરાત્રી પૂજન માટે કળશ સ્થાપન કરી શકાય છે. જયારે ઘટ સ્થાપના માટે સવારે 07:26 નો સમય ઉત્તમ છે.

નવરાત્રિમાં નવ દિવસ દેવી માંની આરાધના કરવાથી માં પોતાના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે. નવરાત્રિમાં પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે. ઘટ સ્થાપન કરવાનો મતલબ છે કળશની સ્થાપના કરવી. કળશ સ્થાપના કરતી વખતે કળશમાં ગંગાજળ, લવિંગ,એલચી, પાન, સોપારી, ચંદન,અક્ષત, હળદર રૂપિયો, પુષ્પ નાંખીને ॐ ભૂમ્યૈ નમ: કહીને કળશમાં સાત અનાજની સાથે રેતી પર સ્થાપિત કરો. અખંડ દિપ પ્રગટાવો. આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ રવિવારથી થાય છે. રવિવારને માતાજીનો વાર માનવામાં આવે છે આથી વેપાર, બુદ્ધિ અને જ્ઞાનનો વધારો થશે. એવામાં નવરાત્રીને વેપારમાં પ્રગતિ માટે સારો મનાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer